જિજ્ઞેશ મેવાણી AMC ઑફિસ પહોંચે એ પહેલા જ 400 પોલીસકર્મીઓ તૈનાત

શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (14:31 IST)

Widgets Magazine
jignesh mevani


ગુરુવારે દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી અમદાવાદ કોર્પોરેશનની ઑફિસ પહોંચે તે પહેલા ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તેની સાથે અન્ય છ લોકો પણ ઈસ્ટ ઝોનના સ્લમમાં રહેતા લોકોને સુવિધા આપવાનું મેમોરેન્ડમ લઈ કોર્પોરેશનની ઑફિસે પહોંચ્યા હતા. મેવાણી પણ કોર્પોરેશનમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, 12 પોલીસ ઈન્સ્પેક્ટર, 35 PSI અને 382 અન્ય પોલીસકર્મીઓને કોર્પોરેશનના મકાનમાં તૈનાત જોઈ ચોંકી ગયો હતો.
police gujarat

ઘણા લોકો કોર્પોરેશનમાં મેમોરેન્ડમ આપવા જાય છે પરંતુ આ અગાઉ સ્ટાફે ક્યારેય કોઈ MLAના મેમોરેન્ડમ માટે આટલો ભારે બંદોબસ્ત નથી જોયો. પોલીસ કર્મચારીઓ ગુરુવારે સવારે 11 વાગ્યાથી કોર્પોરેશનની ઑફિસે તૈનાત હતી. કોર્પોરેશનના કમિશનરે ઑફિસ કામ માટે પહોંચેલી જાહેર જનતા અને કોર્પોરેટરોને બિલ્ડિંગમાં પ્રવેશવાની મનાઈ કરી દીધી હતી. મેવાણી 4.15 વાગ્યે કોર્પોરેશનની ઑફિસે પહોંચ્યો હતો અને પોલીસ બંદોબસ્ત જોઈ દંગ થઈ ગયો હતો.
police

મેવાણીએ કહ્યું, “AMCની ઑફિસમાં અમે માત્ર સાત જ જણ હતા. મારા માટે આટલી બધી પોલીસ બોલાવવી પડી એ જાણીને મને પણ નવાઈ લાગી. જો આ પોલીસ કર્મીઓને જે દલિતોની પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે આંચકી લેવાય છે તેમની મદદ માટે ઉપયોગમાં લેવામાં આવે તો વધુ સારો. અમે મેમોરેન્ડમ સબમિટ કરી દીધુ છે. પૂર્વ ઝોનના સ્લમમાં રહેતા લોકો માટે અમે ઘરની સુવિધા માંગી છે. 80 પરિવારોને મકાન તોડી પાડવાની નોટિસ મોકલવામાં આવી છે. જો આ મુદ્દો ધ્યાનમાં લઈને તેના પર પગલા લેવામાં નહિ આવે તો AMCએ વિરોધનો સામનો કરવો પડશે.”કારંજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમ.એ તલપદાએ જણાવ્યું, પોલીસ ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈનાત હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જિજ્ઞેશ મેવાણી ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Amc ઑફિસ. 400 પોલીસકર્મીઓ તૈનાત Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati News Of India In Gujarati Latest National News In Gujarati Latest India News In Gujarati Breaking National News In Gujarati Breaking India News In Gujarati Daily National News In Gujarati Daily India News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રંગીલા રાજકોટમાં બનશે રિવરફ્રન્ટ, બેડી પાસે 11 કિમી ડેવલપ કરાશે

રાજકોટ મહાનગરને રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાંમુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય. ...

news

દલિતો માટે મેવાણીએ અમદાવાદના મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર આપ્યું

વડોદરા પહોંચેલા અપક્ષ ધારાસભ્યએ દલિતોને જમીન આપવા બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર ...

news

Video - જાણો શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ ?

મિત્રો આજે નાણાકીય મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19 નું બજેટ રજુ કર્યુ.. તમે જાણવા માંગતા ...

news

પાટણમાં દારૂબંધી કડક કરવા સાધુ-સંતો ઉતર્યા મેદાનમાં

ગાંધીના ગુજરાતમાં સરકારે દારૂનો કાયદો કડક બનાવ્યો હોવા છતાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine