આજી ડેમમાં નીર ખૂટ્યાં, 31 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું

સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (12:33 IST)

Widgets Magazine
aaji dam


રાજકોટ શહેરમાં જનતાની જીવાદોરી સમાન આજીડેમમાંથી પાણી આપવામાં આવે છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પાણી બતાવી સૌની યોજનાથી આ ડેમમાં પાણી તો ઠાલવ્યું હતું પરંતુ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે ત્યારે પાણી આજીડેમમાં તો ઠીક ખુદ નર્મદામાં પણ ખૂટવા લાગ્યું છે. આજી ડેમમાં સુધી પાણી ચાલશે. વોટર વર્કસ શાખાના ઇજનેર વી.સી. રાજ્યગુરૂના જણાવ્યા પ્રમાણે આજીડેમમાં માત્ર 31 માર્ચ સુધી લોકોને પાણી મળે તેટલું  રહ્યું છે. સૌની યોજનાથી આજી ડેમમાં ફરીથી પાણી ઠલવાય તેવી રજૂઆત સરકારને કરી છે. સૌની યોજના થકી આજી ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. સૌની યોજના થકી 12થી 14 ફૂટ જેટલો આજીડેમ ભરાયો હતો બાદમાં સારા વરસાદ થતા કુદરતે આજીડેમને ઓવરફ્લો કરી દીધો હતો. આજીડેમ ઓવરફ્લો થતા રાજકોટની જનતા પણ ખુશ હતી. પરંતુ ફરી આજી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. સૌની યોજના થકી આજીડેમ ફરી ભરવામાં આવશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે. આજીડેમની સપાટી 29 ફૂટની છે.આજી ડેમમાં સૌની યોજના થકી પંપીંગથી ત્રંબા સુધી પાઇપલાઇનથી પાણી લાવવામાં આવ્યું છે. બાદમાં ત્રંબાથી આજીડેમ સુધી નદી મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. 29 જૂન 2017ના રોજ નરેન્દ્ર મોદીએ આજીડેમનું લોકાર્પણ કર્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અનામત આંદોલન વખતના પોલીસ કેસો પરત નહીં ખેચાતા આંદોલનની ચીમકી

વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે એવુ વચન આપ્યુ હતુંકે,અનામત આંદોલન વખતના તમામ પોલીસ ...

news

ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને પસંદ કરવાના પ્રમાણમાં વધારો

થોડા વર્ષ અગાઉ પુત્રી કરતા પુત્રના જન્મને વધુ પસંદ કરવામાં આવતો હતો. પરંતુ હવે સમયનો પવન ...

news

રાજકોટમાં ચલણી નોટોનો વેપલો, 100ની નોટ માટે 1 લાખની બોલી બોલાઈ

દેશના ચલણી નાણાને તેની વેલ્યૂ કરતા વધુ કિંમતે વ્યવહાર રાજકોટમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. ...

news

મુખ્યપ્રધાન રૂપાણીની ગાડી પર બમ્પર ગાર્ડ લગાવતાં કેન્દ્ર સરકારનો નિયમ તોડ્યો

ફિટમેન્ટને વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદેસર જાહેર કર્યું છે. જેથી આવા વાહનો પરથી સાદી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine