સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારી,મુખ્ય સચિવની મુલાકાત

બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (15:26 IST)

Widgets Magazine
statue of unity


કેવડીયાની સાધુ ટેકરી પર આકાર લઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાનું 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે તેવી શકયતાઓ તેજ બની છે. શિવરાત્રીના દિવસે રાજયના મુખ્ય સચિવ જે.એન. સિંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. 2,989 કરોડ રૂપિયાના પ્રોજેકટમાં અત્યાર સુધી 80 ટકા કામગીરી પુરી થઇ છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને તેની કામગીરીનું જાત નીરીક્ષણ કરી રાજ્યના મુખ્ય સચિવે આ તમામ કામ 31 ઓક્ટોબર પહેલા પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાનું ખાતમુહૂર્ત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2013ના રોજ કર્યુ હતું.31 ડિસેમ્બર 2014 ના રોજ આ પ્રતિમાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે 31 ઓકટોબર 2018ના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતાઓ છે. આ પ્રોજેકટ પાછળ 2989 કરોડના ખર્ચ કરવામાં આવશે. કોંક્રિટનું સ્ટ્રકચર તૈયાર થઇ ગયા બાદ હવે બે તબકકામાં આખરી ઓપ આપવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણની તૈયારી મુખ્ય સચિવની મુલાકાત કેવડીયાની સાધુ ટેકરી ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Gujarati Website Gujarat News Gujarat Samachar Gujarati Webdunia Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News News In Gujarati Gujarati Headline Today Gujarati News Live

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જૂનાગઢનો શિવરાત્રિનો મેળો ‘મીની કુંભ’ જાહેર, સીએમ રૂપાણીએ કરી જાહેરાત

મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે ગિરનાર ખાતે યોજાતા ભવનાથના મેળાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય ...

news

આનંદો! ગુજરાતના બેરોજગાર યુવાનોને હવે ટ્રેનિંગ સાથે ભથ્થુ મળશે

રાજ્યમાં સતત વધી રહેલા બેરોજગારી મુદ્દે 22 વર્ષથી સત્તામાં રહેલ ભાજપ સરકારે રાજ્યમાં ...

news

વરસાદ ખેંચાશે તો પણ પીવાના પાણીની તંગી નહીં રહે - મુખ્ય સચિવ જે.એન.સિંગ

નર્મદા ડેમમાં પાણી ખૂટી પડયાની સ્થિતિ અંગે આવી રહેલા અહેવાલો તેમજ વાસ્તવિક સ્થિતિનો તાગ ...

news

દિલ્હીમા રૂપાણીએ પીએમ મોદી સાથે ગુજરાતના સળગતા સવાલોની ચર્ચાઓ કરી

મુખ્યમંત્રી વિજય રૃપાણી સોમવારે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એમણે સોમવારે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine