સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર પટેલની પ્રતિમાનું મુખારવિંદ તૈયાર કરાયું

sardar patel
Last Modified શનિવાર, 28 ઑક્ટોબર 2017 (11:40 IST)

ગુજરાતના લોખંડી પુરૂષ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમાની કામગીરી પુર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેવડિયા ખાતે આકાર લેનારી સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર પટેલની પ્રતિમાનું કરવામાં આવ્યું છે.
કોંક્રિટ, સ્ટીલ અને બ્રોન્ઝ કલેડેડ ત્રણ તબકકામાં પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. એ વખતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ 31 ઓક્ટોબર, 2013ના રોજ પ્રકલ્પનું ભૂમિપૂજન કર્યું હતું. 3 ડીસેમ્બર 2014થી કામગીરી શરૂ થઈ હતી.

240 મીટર ઉંચાઇના કોંક્રિટ સ્ટ્રકચર પૈકી 180 મીટર સુધીનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. કોંક્રિટનું સ્ટ્રકચર તૈયાર થઇ ગયા બાદ બીજા અને ત્રીજા તબક્કામાં સ્ટીલ અને બ્રોન્ઝ કલેડેડની કામગીરી કરવામાં આવશે. બ્રોન્ઝની 70 ટકા પ્લેટ ચીનથી ભારત આવી ચુકી છે. 3 જુલાઇ 2018ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને તૈયાર થઇ જવાનો અંદાજ છે. આ પ્રોજેકટ માટે કુલ 2,989 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.


આ પણ વાંચો :