મળો આ ભરૃચના પીએચડી પ્રોફેસરને તેઓ સવારે ભણાવે છે અને સાંજે લારી પર પકોડા તળે છે

શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (16:25 IST)

Widgets Magazine
pakoda professor


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પકોડા વેચવાના કામને પણ રોજગારી ગણાવી હતી.એ પછી દેશભરમાં પકોડા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ભણીને પીએચડી થયા પછી પણ આજીવિકા માટે પકોડા વેચવા પડે તો કાંઇ ખોટું નથી એમ ભરૃચના દર્શન ઠક્કર સ્વાનુભવે જણાવી રહ્યા છે. તેઓ વર્ષોથી પિતાની ઉપર પિતાની સાથે ખભે ખભો મિલાવી ઉભા રહ્યા છે.મહત્વની વાત એ છે કે દર્શન ઠક્કર પોતે પીએચડી થયેલા છે,કોલેજમાં લેક્ચરર છે.તેઓ સવારે કોલેજમાં વિ્દ્યાર્થીઓને ભણાવે છે અને સાંજે પિતાને મદદ કરવા માટે લારી પર પકોડા વેચે છે. ર ભરૃચના શક્તિનાથ વિસ્તારમાં રહેતા પી.એચ.ડી.ની ડીગ્રીધારક ડો. દર્શન ઠક્કર વર્ષોથી દાળવડા, સમોસા અને ભજીયાની પિતાની લારીના વ્યવસાયને ચલાવી રહ્યા છે. ભરૃચના નારાયણ નગરમાં રહેતા અને ૧૯૯૫થી પિતા નટવરલાલ ઠક્કર સાથે તેઓની સમોસાની લારી પર પિતાને સમોસા, ભજીયા, દાળવડા, કચોરી, વડાપાઉના ધંધામાં મદદ કરતા રહી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી લીધા પછી પણ બી.એ.એમ.એ કર્યા બાદ સાયકોલોજીમાં એમ.ફીલ અને પીએચડીની ડીગ્રી પણ મેળવી લીધી હતી. હાલ આમોદ તાલુકાના સરભાણ ગામની કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવે છે. ડોકટરેટની ઉચ્ચ ડીગ્રી મેળવ્યા બાદ પણ દર્શન તેમના પિતાને પહેલાની જેમ જ મદદરૃપ થઇ રહ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ બનશે

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ ...

news

ડાકોર મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી પર સેવકોનો હૂમલો, મંદિરનો વિવાદ ચરમસીમાએ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મેનેજર અને કેટલાંક સેવકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો ...

news

લોકોના રૂપિયે કૌભાંડીઓને જલસા અમદાવાદ PNBના લોન કૌભાંડના 110થી વધુ કેસ પડતર

પંજાબ નેશનલ બેંકનું મુંબઇ બ્રાન્ચનું 11,360 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે ...

news

હાર્દિક પટેલ સામે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધવી: હાઇકોર્ટ

રાજદ્રોહ સહિતના કેસોમાં ફસાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થવાની ...

Widgets Magazine