આત્મવિલોપન કરનાર ભાનુભાઈનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો, ઊંઝામાં થશે અંતિમસંસ્કાર

patan news
Last Modified સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (13:29 IST)

પાટણ કલેકટર કચેરી ખાતે સમીના દુદખાના દલિત પરિવારની જમીન મુદ્દે ઊંઝાના ભાનુભાઈ વણકરે કર્યું હતું. ઘટનાના 54 કલાક બાદ પરિવાર અને સરકાર વચ્ચે સમાધાન થયું હતું. આ સમાધાનની ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકીએ જાહેરાત કરી હતી. ત્યારબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. બપોરે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે.સારવાર માદ ભાનુભાઈનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

પરંતુ સરકાર લેખિતમાં માંગણી ન સ્વીકારી ત્યાં સુધી મૃતદેહનો કબજો પરિવારે લીધો ન હતો. ગઈકાલે મોડી રાત્રે ઘટનાના 54 કલાકબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. સવારે ભાનુભાઈના પાર્થિવદેહના દર્શન કરવા માટે ઊંઝામાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉમટી પડ્યા હતા. જય ભીમના નાદ સાથે ભાનુભાઈની શહીદીને વધાવવામાં આવી હતી.


આ પણ વાંચો :