અમદાવાદમાંથી મોટાભાગના રેલવે ક્રોસિંગ હટાવી દેવાશે

ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (16:42 IST)

Widgets Magazine

 
અમદાવાદીઓને ટૂંક જ સમયમાં રેલવે ક્રોસિંગમાંથી છૂટકારો મળવાનો છે. અત્યારે અમદાવાદ-બોટાદ રેલવે લાઈનમાં આવેલા છે. કોર્પોરેશને એક પહોળુ કર્યું છે. જ્યારે રેલવે વિભાગ દ્વારા અહીં 14 નવા અંડરપાસ બનાવવાનું આયોજન કરવામાં રહ્યું છે. જેથી હવે આ ક્રોસિંગ પર જામતા ટ્રાફિકથી રાહત મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજન મુજબ આ રૂટ પર બે રેલવે ક્રોસિંગ બંધ કરવાનું આયોજન છે.  આ રૂટ પર IOC રેલવે ક્રોસિંગ, ચેનપુર ક્રોસિંગ, વંદેમાતરમ ગોતા પાસેના ક્રોસિંગ, અર્જુન આશ્રમનું ક્રોસિંગ, વાડજનું અગિયારસ માતા ક્રોસિંગ, સંઘવી સ્કૂલ ક્રોસિંગ, પ્રીતમનગર ક્રોસિંગ, વસ્ત્રાપુર ક્રોસિંગ, વસ્ત્રાપુર ક્રોસિંગ, ચામુંડા ક્રોસિંગ, સાતપરા, મકરબામાં આવેલા બે ક્રોસિંગ, સાંતેજ, વિજયનગર અને જલારામ ક્રોસિંગનો સમાવેશ થાય છે.

આ તમામ નીચે હવે અંડરપાસ બનવાનું આયોજન થઈ રહ્યું છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રેલવેના અધિકારીઓ વચ્ચે તાલમેલના સદંતર અભાવને કારણે ક્રોસિંગ હટાવવાની આ પ્રક્રિયામાં નાગરિકોના કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે. પહેલી વાત તો એ કે રેલવે લાઈનને લગતું એકપણ કામ સમયસર પૂર્ણ ન થતું હોવાથી વધારે રૂપિયા પણ ખર્ચ થાય છે અને સાથેસાથે શહેરીજનોને પણ લાંબો સમય પ્રતિકૂળતાનો સામનો કરવો પડે છે. કોર્પોરેશનના અધિકારીઓ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદના રેલવે ક્રોસિંગ પહોળા કરવાની વાત કરી રહ્યા છે. તેમાં નારણપુરા સહિતના ચાર ક્રોસિંગ તો પહોળા કરવાનું પ્લાનિંગ પણ થઈ ગયું છે. નારણપુરા પાછળ તો કરોડોનો ખર્ચ પણ થઈ ચૂક્યો છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કોર્પોરેશન છેલ્લા પાંચ વર્ષથી રેલવે ક્રોસિંગ પહોળા બનાવવાનું કામ કરી રહ્યું છે પરંતુ કોર્પોરેશને જે ક્રોસિંગ પહોળા કર્યા છે ત્યાં જ હવે અંડરપાસ બનવાના છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજદ્રોહ કેસમાં સેસન્સ કોર્ટે હાર્દિક પટેલની ડિસ્ચાર્જ અરજી ફગાવી

રાજદ્રોહ કેસમાં પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે કરેલી ડિસચાર્જ અરજી સેશન્સ ...

news

કેન્સર, તથા હૃદયની ગંભીર બિમારી ધરાવતા શાળાના બાળકોની સંખ્યામાં 53 ટકા વધારો

ગુજરાતમાં શાળાના 11923 બાળકો કેન્સર, હૃદય અને કીડની જેવી ગંભીર બિમારીથી પીડાય છે. ગત ...

news

૧૦૦થી વધુ કરદાતાઓની કરોડોની મિલ્કતો ટાંચમાં લઇ બેંક એકાઉન્ટ સીઝ કર્યા

આક્રમક બનેલા આયકર વિભાગે 100થી વધુ ટેક્સચોરોની મિલકતો શરતી ટાંચમાં લઇ તેમના બેંક એકાઉન્ટસ ...

news

દિવ અને દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરુ થશે, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન મોદીના હસ્તે 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ દીવ વચ્ચેની વિમાની સેવા અને દીવ દમણ ...

Widgets Magazine