ગુજરાત વિધાનસભામાં હલ્લાબોલ, જિજ્ઞેશ મેવાણીનું માઈક બંધ કરાયું, કોંગ્રેસ પણ આક્રમક

સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (16:46 IST)

Widgets Magazine
jignesh tweet


ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન આજે પાટણના દલિતના આત્મવિલોપનના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. એક તબક્કે આક્રોશ વ્યક્ત કરતા જીજ્ઞેશ મેવાણીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. જે પછી કોંગ્રેસે પણ આક્રમક વિરોધ કરતાં ગૃહ મુલત્વી રાખવામાં આવ્યું હતું. પાટણમાં દલિત ભાનુ વણકરના આત્મવિલોપન સંદર્ભે નિયમ 116 મુજબ આ પ્રશ્ને ચર્ચા ચાલી રહી હતી દરમ્યાન વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઊભા થઈ કહ્યું કે રાજ્યના 50 લાખ દલિતોને આ વિજય રુપાણી સરકાર પર ભરોસો રહ્યો નથી. તે વધુ કોઈ પ્રશ્ન પુછવા જાય તે પહેલા જ તેમનું માઈક બંધ કરવાનો હુકમ કર્યો હતો. જે સાંભળી કોંગ્રેસના નેતાઓ પણ માઈક ચાલુ કરવાની રજુઆત સાથે ઊભા થઈ ગયા હતા. જે પછી ભારે હોબાળો થતાં અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી મુલત્વી રાખી હતી. ઉલ્લેખનીય છે કે આ પછી કોંગ્રેસના નેતાઓ રેલી સ્વરુપે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની કેબીન સુધી પહોંચ્યા હતા અને બનાવ અંગેની રજુઆત કરી હતી.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાણીનો કકળાટ, ગુજરાતના નર્મદા સહિતના ૨૦૪ ડેમમાં ૪૧.૫૨ ટકા પાણી બચ્યું

સરદાર સરોવર નર્મદા યોજના ડેમ સહિતના ગુજરાતના ૨૦૪ સિંચાઈ જળાશયોમાં (ડેમ) બધું મળીને ૪૧.૫૨ ...

news

કચ્છમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના ૪ આંચકા અનુભવાયા

કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભુકંપની ૧૭મી વરસી હજુ હમણાં જ પૂર્ણ થઇ છે ત્યાં આજે ...

news

જાણો ગુજરાત સરકારની આર્થિક-સામાજીક સમીક્ષા અનુસાર રાજ્યના કેટલા ઘરમાં વીજળી નથી

ગુજરાત રાજ્યમાં જ્યોતિ ગ્રામ યોજના તેમજ એલઈડી બલ્બ-ટ્યુબલાઈટથી ઉજાલા સાથે વિકાસની થતી ...

news

સાબરકાંઠામાં મજૂરોની જીપનો ટ્રક સાથે અકસ્માત, 6ના મોત

સાબરકાંઠાના વિજયનગરના કુંડલા ગામ પાસે જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 6 લોકોના ...

Widgets Magazine