વિધાનસભામાં દલિતોનો મુદ્દો ગાજ્યો, સરકારે કોંગ્રેસના પ્રશ્નોના જવાબો નહીં આપતાં હોબાળો

vidhansabha
Last Modified મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (12:51 IST)

ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમ્યાન કોંગ્રેસના પ્રશ્નોના રૂપાણી સરકાર દ્વારા જવાબ ના આપવામાં આવતા ગૃહમાં
હોબાળો થયો હતો, આખરે હોબાળાના પગલે 1 કલાક માટે ગૃહ મોકુફ રાખવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભા પ્રશ્નોત્તરી દરમ્યાન અભડછેડ અહેવાલ રજુ કરવાની માંગ
કરવામાં આવી હતી, આ સાથે કોંગ્રેસે સરકારી જમીન પર કેટલું દબાણ છે તે પ્રશ્ન કર્યો, આ બાજુ જીગ્નેશ મેવાણીએ દલિતોને થતા અન્યાય મુદ્દે પ્રશ્ન કર્યા જેના સરકરા દ્વારા યોગ્ય જવાબ ન મળતા વિવાદ સર્જાયો

હતો.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, વર્ષ 2013માં અભડછેડ મુદ્દે સેપ્ટ દ્વારા અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરાયો હતો. જેને સાડા 4 વર્ષ વીતી ગયા છતાં રિપોર્ટ જાહેર કરાયો નથી. સરકાર તપાસ સોંપે છે, બાદમાં તપાસનો શું રિપોર્ટ આવ્યો તે તેણે વિધાનસભામાં રજૂ કરવાનો હોય છે, જે સરકારે હજુ સુધી રજૂ કર્યો નથી. વિધાનસભામાં પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ કૉંગ્રેસના દંડક શૈલેષ પરમારે પોઇન્ટ ઓફ ઓર્ડર રજુ કર્યો. જવાબ પ્રોપર ના અપાયું. તો સત્તા પક્ષ તરફથી ભુંપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું, સભ્ય ઈચ્છે તેવા જવાબ ના આપી શકાય. યોગેશ પટેલના સવાલ સરકારી જમીન ઉપર કેટલા દબાણ થયા છે. તે મુદ્દે રૂપાણી સરકારના પ્રધાને જવાબ ના આપતા વિવાદ ઉભો થયો હતો. આ મુદ્દે પરેશ ધણાનીએ પ્રધાનને પૂરતી માહિતી સાથે આવવા કહ્યું, અને અધ્યક્ષ આ પ્રધાનને ઠપકો આપે તેવી માંગ કરી. આ બાજુ જીગ્નેશ મેવાણીએ સરકાર પર સીધો આક્ષેપ કર્યો કે, આ સરકાર દલિત વિરોધી છે. જીગ્નેશે કહ્યું કે, ગુજરાત ના 50 લાખ દલિતોને વિજય રૂપાણીની સરકાર પર ભરોસો રહ્યો નથી. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, પાટણની ઘટના અતિ સંવેદનશીલ ઘટના છે. રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, સ્પેશિયલ કેસમાં જમીનની ફાળવણી કરી છે તેનો અર્થ એજ થાય કે આ પરિવાર જમીન માટે હકદાર ન હતા. રાજ્ય સરકાર જમીનનો કબ્જો 6 મહિના દરમ્યાન કેવી રીતે કરશે તેનો કોઈ ઉલ્લેખ નથી. જીગ્નેશ મેવાણીએ થાનગઢનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, આ સરકારે થાનગઢનો તપાસ રિપોર્ટ હજુ સુધી ગૃહમાં મુક્યો નથી. આ સરકાર દલીત વિરોધી છે. રાજ્યસરકારે ભાનુભાઈ વણકરના પરિવારને 8 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ સરકારે હજુ ભાનુભાઈ વણકરના પરિવારને 8 પૈસાની પણ સહાય આપી નથી. હજુ પણ ભાનુભાઈ વણકરની જેમ દલિતો એ હક માટે આત્મ વિલોપન કરવા પડશે.


આ પણ વાંચો :