નીરવ મોદીએ સુરતના ડાયમંડ વેપારી પાસેથી ૩.૫૦ લાખ ડોલર મંગાવ્યા હોવાની ચર્ચાઓ

ગુરુવાર, 8 માર્ચ 2018 (14:03 IST)

Widgets Magazine
Nirav Modi


પંજાબ નેશનલ બેન્કમાં એલઓયુ અને એલસીના આધારે રૃા.૧૭ હજાર કરોડનું કૌભાંડ આચરનાર નીરવ મોદી અને તેના ભાઇ નિશીલ મોદીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં સુરતના ડાયમંડના વેપાર સાથે સંકળાયેલી પેઢી સાથે કરાર કરી સાડા ત્રણ લાખ ડોલરની રકમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેલ્જીયમ એન્ટરપ ખાતે નીરવ મોદીના ભાઇ નિશીલ મોદીના જોઈન્ટ ખાતામાં જમા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ છે. મોદીબંધુઓ અને તેના મામા મેહુલ ચોક્સીએ અલગ અલગ ૧૪૮ કંપનીઓ ખોલીને બેન્કોને ચુનો લગાવ્યા બાદ તેની ફરિયાદ સીબીઆઇમાં થઇ ત્યારબાદ અલગ અલગ એજન્સીએ કાર્યવાહી શરૃ કરી હતી.

તેમ છતાં હજી નીરવ ભારતની બેન્કોનો ઉપયોગ કરી સાડા ત્રણ લાખ ડોલર જેવી માતબર રકમ સુરતના વેપારી પાસેથી બેલ્જીયમમાં મંગાવી છે. આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે તા.૧ ફેબુ્રઆરી સીબીઆઇમાં નીરવ મોદી સામે ફરિયાદ થાય છે ત્યાર બાદ તા.૧૪મી ફેબુ્રઆરીના રોજ સુરતના ડાયમંડના નામાંકિત ડીલર પાસેથી નીરવ મોદીએ ભારતની રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સાડા ત્રણ લાખ ડોલર જેવી મતબર રકમ બેલ્જીયમના એન્ટ્રપ શહેરમાં નીરવ મોદીના નિશીલ મોદીના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હોવાનું નવુ કૌભાંડ બહાર આવ્યુ છે. આ ઉપરાંત નીરવ મોદી અને તેના ભાઇ નીશીલ મોદીએ સાડા ત્રણ લાખ ડોલર મંગાવ્યા બાદ તા.૨૮મી ફેબુ્રઆરીએ સુરતના વેપારી સાથે વ્યવસાય માટે કરાર પણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકમાંથી એલઓયુ અને એલસીના આધારે વિદેશની બેંકો પાસેથી કરોડો રૃપિયા મેળવી લીધા જે અંગે સૌ પ્રથમ તા.૨૯-૧-૧૮ના રોજ પી.એન.બી.એ સીબીઆઇને અરજી આપી તેમાં મામા મેહુલ ચોકસી અને ભાંણેજ નિરવ મોદીની ડાયમંડ આર.યુ.એસ., સોલાર એકસ્પો અને સ્ટેબર ડાયમંડ નામની ત્રણ કંપનીના નામથી લેટર ઓફ અંડર સ્ટેન્ડિંગ પંજાબ નેશનલ બેન્કે વિદેશની બેન્કને આપ્યા હતા.માત્ર છ દિવસમાં આઠ એલ.ઓ.સી. આવ્યા. જેમાં તા.૯-૨-૧૭ના બે અને તા.૧૦-૨-૧૭ના રોજ ત્રણ મળી પાંચ હોંગકોંગ સ્થિત અલ્હાબાદ બેન્ક અને તા.૧૪-૨-૧૭ના રોજ ત્રણ હોંગકોંગ સ્થિત એક્સીસ બેન્કનો સમાવેશ થાય છે, જેની કુલ રકમ રૃા.૨૮૦.૭૦ કરોડ હતી. એજ પ્રમાણે રોજ બીજી ફરિયાદ સીબીઆઇમાં દાખલ થઇ જેમાં ગીતાંજલી જેમ્સ, ગીલી ઇન્ડિયા લિ. અને નક્ષત્ર બ્રાન્ડ લિ.ના ડાયરેકટરો મેહુલ ચોક્સી, ક્રિષ્ના સંગમેશ્વરન, નાઝુરા યશ અંજની, દીનેશ ભાટીયા, અનિષ્ક નાયર, ધનેશ શેઠ, જ્યોતી વોરા, અનિલ હલ્દીપુર, ચંદ્રકાંત કરકરે, પંકુરી વરાંગે, મિહિર જોષી તથા બેન્કના અધિકારી ગોકુલનાથ શેટ્ટી, મનોજ કરાત મળી કુલ ૧૩ સામે ફરિયાદ દાખલ થઇ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અકસ્માત થતાં કારમાં આગ લાગતાં ત્રણના મોત, મંત્રી કૌશીક પટેલના પુત્રનો સાળો અને કોંગી ધારાસભ્યનો ભત્રીજો ભડથું

ભાડજથી ઓગણજ જતાં વચ્ચે આવેલી બેબીલોન ક્લબ પાસે કપચી ભરેલી ટ્રક સાથે કારનો અકસ્માત થયો ...

news

પહેલી ડિઝિટલ સુપર મૉડલ, જે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

શુ તમે ક્યારેય શુદુ ગ્રામ વિશે સાંભળ્યુ છે. પોતાની સ્કિન અને આંખોને કારણે શુદુ વર્તમાન ...

news

શમીની સફાઈ પર પત્નીનો કરારો જવાબ-કહ્યું તલાક નહી કોર્ટમાં આપીશ જવાબ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બૉલર મોહમ્મદ શમીની જીવન પટરી પર આવતું જોવાઈ નહી રહ્યું છે. ...

news

સોનિયાના ડિનરમાં જવુ નહી પણ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવો પ્રાથમિકતા - TDP

આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ પર અડગ ટીડીપી એનડીએથી જુદી થઈ રહી છે. રાજ્ય ...

Widgets Magazine