શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (11:58 IST)

ચુસ્ત દારૃબંધી વચ્ચે ગુજરાતમાં રોજ દારૃ ભરેલા 11વાહનો પકડાય છે, 2 વર્ષમાં 16,033 વાહનો પકડાયાં

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૃબંધી ચિંથરેહાલ અવસ્થામાં છે.ભાજપના સત્તાધીશો ચુસ્ત દારૃબંધીના દાવા કરી રહ્યાં છે પણ ખુદ ગૃહમંત્રીએ સ્વિકાર્યુ છેકે, ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં રૃા.૧૪૭ કરોડનો દેશી-વિદેશી દારૃ,બિયર ઝડપાયો છે. આ વાત પ્રસ્થાપિત થઇ રહી છેકે, ભાજપના શાસનમાં બુટલેગરોને ખૂલ્લો દોર મળ્યો છે. ગુજરાતમાં દારૃબંધી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યુ છે કેમ કે,દારૃનુ છડેચોક વેચાણ થઇ રહ્યુ છે. દારૃના વ્યસનીઓ પણ વધી રહ્યાં છે. વિધાનસભામાં આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્ન ઉઠાવતાં ભાજપ સરકારે જ કબૂલાત કરી છેકે, બે વર્ષમાં રાજ્યના ૩૧ જીલ્લામાંથી દારૃની હેરાફેરી કરતાં 16,033 વાહનો ઝડપાયા છે. સૌથી વધુ વલસાડ અને ડાંગ જીલ્લામાંથી દારૃ ભરેલાં 2475 વાહનો પોલીસે પકડયા છે. અમદાવાદ અને અરવલ્લીમાંથી સૌથી વધુ રૃ. 26.42 કરોડનો દેશી-વિદેશી દારૃ અને બિયરનો જથ્થો પકડાયો છે. ટૂંકમાં કહીએ તો,ભાજપના રાજમાં ગુજરાતમાં રોજ ૧૧ દારૃ ભરેલાં વાહનો પકડાય છે. આ પરથી અંદાજ કરી શકાય કે,ગુજરાતમાં રોજનો કેટલો દેશી-વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ઠલવાતો હશે અને કેટલો વેચાતો હશે. બનાસકાંઠા-સાબરકાંઠામાંથી રૃા,૧૮.૦૧ કરોડ,સુરત-ભરૃચમાંથી રૃા.૧૩.૪૪ કરોડ,નવસારી-તાપીમાંથી રૃ.10.74 કરોડ,નર્મદા-વડોદરામાંથી રૃ.૧૨.૦૪ કરોડ,પાટણ-ભાવનગરમાંથી રૃા.૩.૩૯ કરોડ,સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાંથી રૃા.૭.૦૯ કરોડનો દારૃ છેલ્લા બે વર્ષમાં પકડાયો છે. પોલીસ,બુટલેગરો અને રાજકારણીઓની સાંઠગાંઠથી ગુજરાતમાં દારૃબંધી માત્ર નામ પુરતી જ રહી છે. પોલીસ-રાજકારણીઓના હપ્તા લઇને કરોડો કમાય છે પણ સામે છેડે નવી પેઢીના યુવાઓ નશાના બંધાણી બની રહ્યાં છ જેથી વાલીઓ અને સમાજચિંતકો ચિંતાતુર બન્યા છે.