શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 એપ્રિલ 2018 (16:15 IST)

લોકોના આરોગ્ય સાથે ચેડાં, રાજ્યભરમાં એક સાથે દૂધના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

આરોગ્ય વિભાગની ટીમે રાજ્યભરમાં  સવારથી જ અલગ અલગ વિસ્તારમાં દૂધના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. અલગ અલગ જગ્યાએથી દૂઘના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યાં છે.  રાજ્યભરમાં ફૂડ કમિશનરના આદેશ બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વહેલી સવારથી જ દરોડા પાડવાનં શરૂ કરી દીધું છે. ઉનાળામાં દુઘની આવતમાં ઘટતા મિલાવટ કરતા હોવાની શંકાના આધારે આરોગ્ય વિભાગની ટીમ દરોડા પાડી રહી છે. આ સાથે જ દૂધમાં યુરિયાનો ઉપયોગ થઈ રહ્યો હોવાની પણ શંકા છે. 

આરોગ્ય વિભાગ દૂધની ડેરી અને છુટક વેપારીઓને ત્યાં દરોડા પાડી રહી છે. જો ઉનાળાની સીઝનમાં ખાણીપીણી મામલે ધ્યાન રાખવામાં ન આવે તો બીમારીઓ આવે છે. ત્યારે માર્કેટમાં દુકાનદારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જોવા મળી રહ્યાં છે. લોકોને જેવી તેવી વસ્તુઓ પધરાવીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાવામાં આવી રહ્યાં છે અમદાવાદમાં 12થી વધુ જગ્યાઓ પર દરોડા હાલ તો દરોડા પાડવામાં આવ્યા છે.તો વડોદરામા પણ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે.  સુરત ખાતે આરોગ્ય વિભાગની ટીમે દરોડા પડ્યા હતા.  રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી રહી છે. આ સાથે જ દૂધના ફેરિયા પાસેથી દૂધના નમુના લેવામાં આવી રહ્યાં છે. તો રીક્ષા, બાઈક અને ટેમ્પોમાં છૂટક દૂધ વેચતા વેપારીઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગની અલગ અલગ પાંચ ટિમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દૂધની ડેરીઓ અને દૂધના પાર્લરમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જૂનાગઢમાં 200 કરતા પણ વધુ જગ્યાએ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી દૂધમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાય ગયો છે. તો દાહોદમાં પણ રીક્ષા, બાઈક, ટેમ્પોમાં છૂટક દૂધ વેચતા વેપારીઓને રોકીને દૂધના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. અહીં આરોગ્ય વિભાગની 2 ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારમાં દરોડામાં આવી રહ્યાં છે