બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 એપ્રિલ 2018 (12:08 IST)

આસારામ પરના ચૂકાદાને લઈને ગુજરાતના 29 આશ્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આસારામના જોધપુરના દુષ્કર્મ કેસનો બુધવારે ચુકાદો આવવાનો છે. ચુકાદાને લઇને સાધકો કોઇ હિંસક ઘટનાને અંજામ ન આપે તેની તકેદારીના ભાગ રૂપે ગુજરાતમાં આવેલા આસારામના 29 આશ્રમો ઉપર બુધવારે સવારથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. અમદાવાદમાં મોટેરા ખાતેના આસારામના આશ્રમમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના 110 પોલીસ કર્મચારીઓ, 2 પીઆઈ અને 8 પીએસઆઈનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તમામ પોલીસ કર્મચારીઓ સવારે 9 વાગ્યાથી જ આસારામ આશ્રમ ઉપર તહેનાત રહેશે.

16 વર્ષની કિશોરી પર દુષ્કર્મના કેસમાં આસારામ 5 વર્ષથી જેલમાં બંધ છે. આસારામ આશ્રમમાં પિતરાઇ ભાઇઓ દીપેશ વાઘેલા અને અભિષેક વાઘેલાના રહસ્યમય રીતે થયેલા મોતના કેસમાં 10 વર્ષ બાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં પુરાવાના તબક્કા પર ચાલુ છે અને આ કેસની આગામી સુનાવણી 10 મેના રોજ હાથ ધરાશે. સાબરમતી સ્થિત આસારામ આશ્રમમાં ગુરુકુલ આશ્રમમાં અભ્યાસ કરતા પતિરાઇ ભાઇઓ 11 વર્ષીય દીપેશ વાઘેલા અને 10 વર્ષીય અભિષેક વાઘેલા 3 જુલાઇ 2008ના રોજ ગુમ થયા હતા. અને 5 જુલાઇના રોજ બન્ને ભાઇઓની લાશ સાબરમતી નદીમાંથી મળી હતી. સપ્ટેબર 2012માં આરોપીઓ સામે આરોપનામું ઘડાતા કાનૂની કાર્યવાહી શરૂ થઇ હતી. પ્રફુલ વાઘેલાએ લોકલ પોલીસે યોગ્ય તપાસ કરી ન હોવાથી સીબીઆઇ તપાસની માંગ કરતી અરજી કરી હતી. જે અરજી ચીફ મેટ્રો કોર્ટે 5 ઓગસ્ટ 2014ના રોજ નામંજૂર કરી હતી.અમદાવાદમાં મોટેરા ખાતેના આસારામના આશ્રમમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના 110 પોલીસ કર્મચારીઓ, 2 પીઆઈ અને 8 પીએસઆઈનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તમામ પોલીસ કર્મચારીઓ સવારે 9 વાગ્યાથી જ આસારામ આશ્રમ ઉપર તહેનાત કરી દેવાય છે.