રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 એપ્રિલ 2018 (14:58 IST)

દીપેશ-અભિષેક કેસમાં ગુજરાત સરકાર આસારામ સાથે મળેલી છે - પિડિતના પિતાનું નિવેદન

વર્ષ 2008માં આસારામ આશ્રમમાં પીતરાઈ 2 ભાઈઓના રહસ્યમય રીતે મોત થયા હતા. બંનેના મોતને આજે 10 વર્ષ થયા હોવા છતાં તંત્ર હજુ પુરાવા એકત્ર કરી રહી છે. અને હજુ સુધી આ કેસના આરોપી સુધી પોલીસ તંત્ર પહોંચી શક્યું નથી.  આ મામલે પીડિતના પિતા શાંતિભાઈ વાઘેલાનું  કહેવું છે કે  આજ સુધી જોધપુર જેલનો ઈતિહાસ રહ્યો છે કે કોઈ પણ ગુનેગારને છોડવામા આવ્યા નથી. જેથી જે પણ નિર્ણય કરવામાં આવશે તેમાં ન્યાય કરવામાં આવશે, 16 વર્ષની બાળકી પર અને સુરતની કેટલીક મહિલાઓ સાથે આચરેલા દુષ્કર્મના મામલે કોર્ટ પુરેપુરો ન્યાય આપશે, અને કોર્ટના આસારામને કડકમાં કડક સજા આપવી જોઈશે. અને મારૂ કહેવું છે કે તેને આજીવન કેદની સજા થવી જોઈએ. 

આ સાથે જ પીતરાઈ ભાઈઓના મોત મામલે ગુજરાત સરકારે ચાર્જફ્રેમ દાખલ ન કરી હોવાના મામલે પીડિતના પિતાએ નિવેદન આપતા કહ્યું કે, 'ગુજરાત સરકાર પોતે આસારામ સાથે મળેલી હોવાથી સાહેબ ચાર્જફ્રેમની તો વાત જ જવા દો, જો બળાત્કારની ઘટનામાં જેલની સજા થતી હોય તો તમે સમજો કે મર્ડરની ઘટનામાં શું સજા થાય તે તમે સમજી શકો છો. પરંતુ ગુજરાત સરકારે આજ સુધી કોઈ કાર્યવાહી જ નથી કરી. અને પુરેપુરી રીતે આસારામ સાથે મળેલી હતી. જેથી અફસોસ રહી ગયો કે ગુજરાત મોડેલની જે વાત મોદી કરે છે તે સાવ પોકળ સાબિત થઈ છે.' મને ન્યાય તંત્ર પર પુરો વિશ્વાસ છે અને જો ન્યાયને પુરી રીતે દબાવી દેવામાં આવશે તો સમાજની વ્યવસ્થા જળવાશે નહિં. જેથી ન્યાય થવો જ જોઈએ અને ન્યાય મળવો જ જોઈએ. અને મને વિશ્વાસ છે કે ન્યાય તંત્ર પુરી રીતે ન્યાય આપશે.