શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 મે 2018 (13:18 IST)

સત્ય ઉવાચઃ જે 96 વિદ્યાર્થીઓ ચોરી કર્યાનું કબૂલ્યા તો તેમને પુરક પરિક્ષા આપવા દેવાશે

પંચમહાલના કવાલી અને વલસાડના મોટા પોંડામાંથી ચોરી કરતાં 230 વિદ્યાર્થીઓને GSHEB દ્વારા ગુરુવારે પૂછપરછ માટે બોલાવાયા હતા. જેમાંથી 96 વિદ્યાર્થીઓ જે કવાલી કેંદ્રના હતા તેમણે ‘માય બેસ્ટ ફ્રેંડ’નો નિબંધ લખ્યો હતો. બધાએ સરખો જ નિબંધ લખ્યો જેમાં તેમનો બેસ્ટ ફ્રેંડ ટેનિસ પ્લેયર વિકાસ છે. જે વિદ્યાર્થીઓએ કબૂલ્યું કે તેમણે પરીક્ષા દરમિયાન ચોરી કરી હતી તેમને માત્ર એક જ વિષયમાં નપાસ કરવામાં આવશે. જ્યારે જે વિદ્યાર્થીઓએ ચોરી કર્યાનું ન સ્વીકાર્યું તેમને કડક સજા અપાઈ. બોર્ડની સ્પેશિયલ ડ્યૂટીના ઓફિસર એમ.એમ પઠાણે કહ્યું કે, “જે વિદ્યાર્થીઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરી તેમને એક જ વિષયમાં નપાસ કરાશે એટલે તેઓ જુલાઈમાં યોજાનારી પૂરક પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓએ ચોરી ન કરી હોવાનું કહ્યું તેમને બધા જ વિષયોમાં નપાસ કરાશે અને માર્ચ 2019માં બોર્ડની પરીક્ષા ફરી આપવી પડશે.”ચોરી કરતાં પકડાયેલા 230 વિદ્યાર્થીઓમાંથી 72એ ચોરી કર્યાનું સ્વીકાર્યું, જ્યારે 158 વિદ્યાર્થીઓએ ચોરી ન કર્યાનો રાગ આલાપ્યો. બોર્ડના સભ્યોએ જણાવ્યું કે, “કવાલી સેંટરના CCTV સાથે ચેડાં કરાયા છે. સુનાવણી માટે હાજર રહેલા શિક્ષકોએ કહ્યું કે તેમણે વિદ્યાર્થીઓને નિબંધ નથી લખાવ્યો. પરીક્ષા દરમિયાન શાળામાં વારેવારે લાઈટ જતી રહેતી હતી તેના કારણે CCTV ફૂટેજમાં કશું દેખાતું નથી.” બોર્ડના અધિકારીએ કહ્યું કે, જે પરીક્ષા કેંદ્રોમાં સામૂહિક ચોરી થાય છે તેને રદ કરાશે.