શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર, , ગુરુવાર, 28 જૂન 2018 (15:23 IST)

ગુજરાતમાં ૫૦૦ ચો.મી.થી વધુ જગ્યા અથવા ૮થી વધુ યુનિટવાળા તમામ પ્રોજેકટનું રેરા હેઠળ રજિસ્ટ્રેશન ફરજીયાત

કેન્દ્ર સરકાર દ્વારા રીઅલ એસ્ટેટ એકટ-૨૦૧૬ કાયદો અમલી બનાવ્યો છે. રાજ્યમાં ૧લી મે-૨૦૧૭થી આ કાયદો અમલી બનાવીને ગુજરાત રીઅલ એસ્ટેટ ઓથોરીટીની રચના કરવામાં આવી છે. રાજ્યમાં બિલ્ડરો અને પ્રમોટરોના સહકારથી રાજ્યના ૩૦૦૦ રીઅલ એસ્ટેટ પ્રોજકેટનું તેમજ ૬૦૦ જેટલા એજન્ટોનું પણ રજિસ્ટ્રેશન થયું છે, એમ ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના સેક્રેટરી દ્વારા જણાવાયું છે. 

રેરા કાયદા હેઠળ રાજ્યના પ્લાનીંગ વિસ્તારમાં આવેલ તથા ૫૦૦ ચો.મી.થી વધુ જગ્યા અથવા ૮ થી વધુ યુનિટ વાળા તમામ પ્રોજેકટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રેરા રજિસ્ટ્રેશન વિના પ્રોજેકટનું વેચાણ-બુકીંગ કે માર્કેટીંગ કાયદા અન્વયે પ્રતિબંધિત છે. રજિસ્ટ્રેશનને પાત્ર હોય તેવા તમામ પ્રોજેકટ માટે રેરા કચેરી ખાતે રજિસ્ટ્રેશન ન કરાવેલ હોય તો સત્વરે નોંધણી કરાવી લેવા તમામ બિલ્ડર-પ્રમોટર તથા ડેવલપર્સને ઓથોરીટી દ્વારા તાકીદ કરાઇ છે. છેલ્લા છ માસમાં વિવિધ પ્રોજેકટ સંદર્ભે મકાનમાં એલોટી દ્વારા કરવામાં આવતી ફરિયાદો અન્વયે ત્વરિત સુનાવણી કરીને કેસો ચલાવાયા હતા અને ફરિયાદોનો નિકાલ કરી કાયદાકીય કામગીરી કરી ગંભીર કિસ્સાઓમાં આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.