શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (15:36 IST)

Aravalli News - અરવલ્લી જિલ્લામાં ક્ષારયુકત પાણીમાંથી મળશે મુકિત : લોક ઉદગારો

અરવલ્લી જિલ્લામાં  વાત્રક માજુમ મેશ્વો જળાશય આધારિત રૂ.૫૫૨ કરોડની જુથ પાણી પુરવઠા યોજના સાકાર થતાં જિલ્‍લામાં પીવાના પાણીની વર્ષે જુની સમસ્યાનો અંત આવ્‍યો છે. આ જુથ પાણી પુવરઠા યોજના દ્વારા લોકોને ઘેર ઘેર નળ દ્વારા પાણી પીવાનું શુદ્ધ મળી રહેશે આ પાણી પુરવઠા યોજનાથી મળનાર પાણીની સુવિધાથી  જિલ્‍લાવાસીઓમાં ખુશીની અનેરી લહેર છવાઇ રહી છે હવે પીવાના પાણીની સમસ્‍યા ભૂતકાળ બની જશે એવી અપેક્ષા લોકોમાં જાગી છે. આવો જાણીએ યોજના વિશે લોકમુખેથી......  


અરવલ્‍લી જિલ્‍લાના મોડાસા તાલુકાના ૫૦૦થી વધુ વસ્‍તી ધરાવતા કિશોરપુરા ગામમાં રાજય સરકાર હસ્‍તકની પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીનો લાભ ગ્રામજનોને મળવાથી આનંદની લાગણી અનુભવી રહયા છે. કિશોરપુરા ગામમાં પાણીની ટાંકીની સુવિધા મળવાને લીધે આજે ઘરે-ઘરે પાણીના નળની સગવડ ઉપલબ્‍ધ થવાથી ગામજનોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.  કિશોરપુરા ગામના અગ્રણી પટેલ વસંતકુમાર અમીચંદભાઇ જણાવે છે કે આ પહેલાં ગામજનો હેન્‍ડપંપ અને ખાનગી કુવામાંથી પીવાનું પાણી ભરતા હતા તેનો ઉપયોગ પીવામાં કરતા હતા અને ગામજનોને ઘણી જ તકલીફ પડતી હતી. બોરમાં ક્ષારયુકત પાણીને લીધે સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક હતું. પરંતું પાણી પુરવઠા યોજનાને લીધે ગામજનોને સ્‍વચ્‍છ, સાત્‍વિક અને શુદ્ધ પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે. જે બદલ ભારતના વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ગામજનો આભાર સાથે હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહયા છે.

મોડાસા તાલુકાના કિશોરપુરા ગામના રહીશ પટેલ હસુમતિબેન જગદીશભાઇ જણાવે છે કે, અગાઉના વરસો દરમિયાન ગામની મહિલાઓ હેન્‍ડપંપ અને ડંકી દ્વારા પીવાના પાણીનો ઉપયોગ કરતા હતા. પાણી ક્ષારવાળું હોવાને લીધે ગામજનોનું આરોગ્‍ય બગડતું હતુ, પરંતુ રાજય સરકારની પાણી પુરવઠા યોજનાને લીધે પાણી ઘેર બેઠા મળી રહ્યું છે. અરવલ્‍લી જિલ્‍લાનું જુના વડવાસા ગામ આશરે ૮૫૦ વસ્‍તી ધરાવે છે પાણી પુરવઠા યોજના હેઠળ ગામમાં ૬૦ હજાર લિટરની સમ્‍પની ટાંકી બનવાથી ગામજનોને પીવાનું પાણી મળતું થયું છે અને ગામમાં પીવાના પાણીની સમસ્‍યા હલ થઇ છે ગામમાં શુદ્ધ પીવાનું પાણી મળવાથી ગામજનોમાં ઉત્‍સાહ વર્તાઇ રહયો છે.  જુના વડવાસા ગામના રહીશ શ્રી જશવંતસિંહ એલ.પરમાર જણાવે છે કે આ ગામમાં પહેલાં હેન્‍ડપંપ અને કૂવામાંથી ગામલોકો પીવાના પાણીનો ઉપયોગ કરતા હતા તેમજ ભૂર્ગભ જળ નીચા જતાં તથા બોરના પાણી ક્ષારવાળા હોવાને લીધે બીન પીવા લાયક થવાથી ગામમાં પીવાના પાણીની ખૂબ જ મુશ્‍કેલી પડતી હતી. હવે યોજનાથી આ ગામને જોડતાં શુદ્ધ પીવાનું પાણી મળવાથી ગામજનો સરકારનો આભાર વ્‍યકત કરે છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિણોલ ગામમાં  બોરના પાણીનું સ્તર નીચુ જવાથી ઘણી જ તકલીફ પડતી હતી અને ક્ષારયુકત પાણી હોવાને લીધે પીવાલાયક ન હતું પરંતું રાજય સરકારની યોજનાને લીધે ગામમાં સરળતાથી પાણી મળી રહ્યું છે.  શિણોલ ગામના રહીશ ઓમપ્રકાશ શાહ જણાવે છે કે ગામમાં યોજના પૂર્ણ થવાથી ગામજનોને પીવાનું મીઠું પાણી મળતું થયું છે વરસો પુરાણી પાણીની સમસ્‍યા હલ થઇ છે જેનો યશ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી  અને  વિજય રૂપાણીને ફાળે જાય છે.  મોડાસાથી આશરે ૨૫ કિ.મી. દૂર શામળાજી નજીક આદિવાસી વસતિ ધરાવતું ભિલોડા તાલુકાનું ગઢીયા ગામ આવેલું છે, હાલમાં ગામમાં રાજય સરકારની પાણી પાણી પુરવઠા યોજના હેઠળ પાણીની ટાંકી અને ઘેર-ઘેર નળની વ્યવસ્થા થવાથી ગામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

  ગઢીયા ગામના નિનામા રમેશભાઇ માધાભાઇ જણાવે છે  આ ગામ આદિવાસી વસતિ ધરાવતું ગામ છે આ પહેલાં દોરડા વડે કુવામાંથી પાણી ખેંચવું પડતું હતું અને ઘણી મુશ્‍કેલી પડતી હતી આજે રાજય સરકાર દ્વારા પાણી પુરવઠા યોજનાને લીધે ગામમાં પીવાનું પાણી મળવા બદલ અને પાણી વ્‍યવસ્‍થા કરી આપવા બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર અરવલ્‍લી જિલ્‍લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક મેશ્વો ડેમની બાજુમાં દેવની મોરી ગામ આવેલું છે આ ગામમાં પહેલાં પાણીની વિકટ સમસ્‍યા હતી અને પાણી માટે મુશ્‍કેલી પડતી હતી આજે રાજય સરકાર હસ્‍તકની નર્મદા આધારિત પાણી પુરવઠા યોજના સાકાર થતાં દેવની મોરી ગામ સહિત આજુબાજુના ગામડાઓના ગામજનોના પીવાના પાણીનું સપનું સાકાર થયા છે. દેવની મોરી ગામના અગ્રણી જાડેજા તેજપાલસિંહ દોલતસિંહ જણાવે છે કે, અગાઉના વરસોમાં પીવાના પાણી માટે વિકટ સમસ્‍યા હતી અને ગામજનો દ્વારા પીવાના પાણીનો મુશ્‍કેલીનો સામનો કરવો પડતો કયારેક તો ટેન્‍કર દ્વારા પાણી મળતું હતું અને ગામજનોની તરસ છીપાતી ન હતી પરંતું વર્તમાન સરકારે પાણી પુરવઠા યોજનાને લીધે ગામમાં પાણીની સમ્‍પની સુવિધા ઉપલબ્‍ધ થવાને લીધે દેવની મોરી સહિત આજુબાજુના ૧૦૭ ગામોના ગ્રામજનોના સપના સાકાર થયા છે.