ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 31 ડિસેમ્બર 2017 (14:44 IST)

છેવટે નારાજ થયેલા નીતિન પટેલેને અમિત શાહે મનાવી લીધા, આજે ચાર્જ સંભાળશે

નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રીને અંતે મનાવી લેવામાં આવ્યા છે. આજે સવારે નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી આ અંગેની વિગતો આપી હતી. ગઈકાલે તેમને પક્ષ છોડવાની ઓફર થઈ અને ચર્ચાઓ પણ ચાલી હતી કે તેઓ 10 ધારાસભ્યો સાથે ભાજપમાંથી રાજીનામું આપશે   નીતિન પટેલ હવે બપોરે ગાંધીનગર જઇ પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળશે. નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, મે મારી લાગણી પાર્ટી હાઇકમાન્ડને જણાવી છે અને મને માન સમ્માન સાથે અનુકુળ ખાતાની ફાળવણીનું આશ્વસન આપ્યું છે, એટલે કે આખરે નીતિન પટેલને નાણામંત્રાલય સોંપાય તેવી શક્યતા છે.
 
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગીની વાત પ્રકાશમાં આવતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. નીતિન પટેલની નારજગીની વાત વાયુવેગે ફેલાતાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ કે તેઓ પક્ષમાંથી રાજીનામું આપી દેશે. આ ચર્ચાએ જોર પકડતાં કોંગ્રેસ, હાર્દિક પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તેમની સાથે જોડાવાની ઓફર પણ કરી દીધી હતી. જોકે ગઈ કાલે જ નીતિન પટેલે એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે તેઓ પક્ષ ક્યારેય નહીં છોડે અને તેમની વાત હાઈ કમાન્ડ સુધી પહોંચી ચુકી છે અને હાઈ કમાન્ડ જ આ મામલે નિર્ણય લાવશે. નાયબ મુખ્યમંત્રીની આ સ્પષ્ટતાની ગણતરીની જ કલાકોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
નાયબ મુખ્યમંત્રીને મનાવવા માટે ભાજપનો ટાસ્કફોર્સ કામે લાગ્યો હતો. દિવસભર સર્મથકોની મુલાકાતોથી ઘેરાયેલા નીતિન પટેલને સમજાવવા માટે ઈસ્કોન નજીક દસ્કોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલના નિવાસસ્થાને સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામા, કૌશિક પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બેઠક યોજી હતી. દરમિયાનમાં મોડી રાત્રે દિલ્હીથી આવેલ ભાજપના રાષ્ટ્રીય સંઘઠન મહામમંત્રી વી. સતિષ અમદાવાદ દોડી આવ્યા છે. અને ર્સિકટ હાઉસમાં નીતિન પટેલ સાથે બેઠક કરી હોવાની પણ ચર્ચા.