ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (19:39 IST)

માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ બાળકોને માસિક રૂ. 4,000ની સહાય અપાશે

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ  કોરીનામાં માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ અને નિરાધાર બનેલા  બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને' સંવાદ કાર્યક્રમમાં   સંવેદનશીલ જાહેરાત કરી  છે
તેમણે આ મહત્વપૂર્ણ  સંવેદનશીલ જાહેરાત કરતા કહ્યું છે કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના'  હેઠળ હવે  બાળકો ને 21 વર્ષની વય સુધી  માસિક રૂ. 4,000ની સહાય આપવામાં આવશે .
 
આ યોજનામાં  વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી તે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે.
એટલે કે કોરોના માં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળક ની વય 21 વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને 4000 ની સહાય આવા બાળક ને આપશે