નવનિયુકત નેતા પરેશ ધાનાણીની જાહેરાત: ગ્રામીણ સંસ્કૃતિને ફરી જીવંત કરાશે

મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (14:39 IST)

Widgets Magazine


ગુજરાતની ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોફટ હિન્દુત્વ અપનાવીને ભાજપને તેના જ હથીયારથી મહાત કરવાની જે વ્યુહ રચના અપનાવી તે પ્રાથમીક રીતે સફળ રહ્યા બાદ હવે ભાજપ પાસેથી રામ મંદિર મુદો જ છીનવી લેવા ચાલાકી પુર્વકની વ્યુહ રચના તૈયાર કરી છે. જેનાથી હવે

paresh dhanani

ભાજપે આગામી સમયમાં વધુ ચિંતા કરવી પડશે. કોંગ્રેસ ટ્રીપલ તલ્લાક્ના મુદાને ટેકો આપવાની સાથે જ મુસ્લીમ શૌહરને જેલસજા સામે જે વિરોધ કર્યો તેનાથી મુસ્લીમ સમુદાય અને ખાસ કરીને મુસ્લીમ અગ્રણીઓમાં સારો સંદેશ ગયો છે તો હવે ગુજરાત કોંગ્રેસનાં નવા વરાયેલા વિપક્ષના નેતા  પરેશ ધાનાણીએ એક માસ્ટર સ્ટ્રોકમાં દરેક નાના ગામમાં શ્રીરામ સુર્યોદય સંધ્યા આરતી કમીટી બનાવવાની જાહેરાત કરી છે 

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે દરેક ગામના ચોરામાં રામમંદિર એ આપણી સંસ્કૃતિ છે. અમો સૌરાષ્ટ્રથી પ્રારંભ કરી રહ્યા છીએ જેમાં 15 દિવસ આ મંદિરની રોજ બે વખત આરતી કરે તેને અમો પુજા આરતી સામગ્રી આપશું. આ રામ મંદિરનું ર્જીણોધ્ધાર કરીને ગામના પાદરે ગોધુલી સમયે ઝાલર વાગે અને ગ્રામ્ય સંસ્કૃતિ જીવંત થાય તે અમારી નેમ છે. આજ કાલનાં સમયમાં આ રામ મંદિરની કાળજી લેવાતી નથી. આથી જે વ્યકિત આ રામ મંદિરનું એક સપ્તાહ સુધી દૈનિક બે આરતી સાથે કાળજી લેવા આગળ આવે તેને અમો આરતી-પુજા સામગ્રી આપશું જયાં શંખ-ઝાલર આરતી અને ડ્રમ તથા મંદિરને સુશોભનની સામગ્રી હશે અને ગામોમાં એક મંદીર કમીટી આ મંદિરની સારસંભાળ લેશે શ્રી ધાનાણીએ કહ્યું કે અમારા ગામમાં જ રામમંદિર છે પણ ત્યાં જનારાઓની સંખ્યા ઘટી છે.કોંગ્રેસ પક્ષે સોમનાથમાંથી શંખ જસદણ પાસેથી ડ્રમ, અને ભાવનગર નજીકથી આરતી સામગ્રી મેળવી છે અને તે કમીટીને સોંપી છે.ધાનાણી કહે છે કે અમારી આ સામાજીક ઝુંબેશ છે ગામનાં યુવાનો ગામ સાથે જોડાય તે અમારી લાગણી છે. કોંગ્રેસ ચૂંટણીમાં જે રીતે રાહુલ ગાંધીના મંદીર દર્શનથી તે ફકત મુસ્લીમ તરફી છે તેવી છાપ સારી રીતે ભુસી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પરેશ ધાનાણી ગ્રામીણ સંસ્કૃતિ. Paresh Dhanani .

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ધ વાયરનો આર્ટિકલ પ્રાથમિક દ્રષ્ટીએ બદઇરાદા પૂર્વકનોઃ હાઈકોર્ટ

જાણીતા ન્યુઝ પોર્ટલ વાયરના જર્નાલિસ્ટ્સને ગુજરાત હાઈકોર્ટે સોમવારે મોટો આંચકો આપ્યો હતો. ...

news

ઉના કાંડના પીડિતો હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવશે

ઉના કાંડના દોઢ વર્ષ પછી પીડિત પરિવારે હિન્દુ ધર્મ છોડી બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિ 14 ...

news

નિતીન પટેલના ગઢમાં ગાબડું:મહેસાણા નગરપાલિકા કોંગ્રેસે છિનવી લીધી

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના મતવિસ્તાર મહેસાણામાં જ કોંગ્રેસે નગરપાલિકા પર કબજો મેળવ્યો ...

news

ભાજપ કોંગ્રેસ સામે કોળી સમાજ લાલઘૂમ, પુરૂષોત્તમ સોલંકી અને કુંવરજી બાવળીયાને અન્યાય કેમ

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પાટીદાર પાવર દેખાડીને નાણાં ખાતુ મેળવ્યા બાદ ભાજપમાં મંત્રી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine