ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (13:17 IST)

ભાવનગર કોમ્પલેક્ષનો ભાગ ધરાશાયી, 15 લોકોને ઈજા, હજુ 3 લોકો ફસાયા છે

જૂનગાઢ બાદ હવે ભાવનગરમાં મોટી દુર્ઘટના - બે માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 17 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે 15 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. માહિતી મુજબ હજુ પણ 3 લોકો ફસાયેલા છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં બચાવ અને રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.

જૂનાગઢ બાદ હવે ભાવનગરમાં કોમ્પલેક્ષનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભાવનગરના તખતેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલા માધવહીલ કોમ્પલેક્ષના પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. બે માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 17 લોકોને ઈજા પહોંચી છે,