મહેસાણામાં પ્રવેશ પ્રતિબંધની શરત રદ્દ કરવા હાર્દિક પટેલની હાઈકોર્ટમાં રિટ

શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (12:37 IST)

Widgets Magazine
hardik patel


પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલે હાઇકોર્ટમાં વધુ એક રિટ કરી છે. જેમાં તેણે મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધની શરતને રદ કરવાની દાદ માંગી છે. વિસનગરમાં ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના મામલે હાઇકોર્ટે હાર્દિકને જામીન આપતી વખતે મહેસાણામાં નહીં પ્રવેશવાની શરત મૂકી છે. જો કે, આ શરતમાં નીચલી અદાલતને યોગ્ય જણાય તો ફેરફાર કરવાનું પણ આદેશમાં નોંધ્યું હતું. એ મુજબ હાર્દિક તરફથી સેશન્સ કોર્ટ સમક્ષ મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ રદ કરવા માટે અરજી કરી હતી.

જેને નીચલી અદાલતે ફગાવી દેતા આદેશને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો છે. આ કેસમાં રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરવામાં આવતા વધુ સુનાવણી પહેલી સપ્ટેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે.વતી એડવોકેટ રફીક લોખંડવાલાએ હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે. તેમણે એવી રજૂઆત કરી હતી કે, વિસનગરના કેસમાં હાઇકોર્ટે હાર્દિકને શરતી જામીન આપ્યા હતા. તેવી જ રીતે રાજદ્રોહના કેસમાં પણ તેને શરતી જામીન મળ્યા હતા. વિસનગર કેસની મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધની શરત ચાલુ છે. તેથી ગુજરાતમાં હોવા છતાંય હાર્દિક પોતાના વતન, માતાજીના સ્થાનક અને પાટીદારની બહોળી સંખ્યા ધરાવતા મહેસાણામાં જઇ શકતો નથી. પરિણામે સામાજિક, ધાર્મિક અને જે આંદોલન તેણે ઊભું કર્યું હતું તેના કોઇ કામમાં તે મહેસાણા ખાતે જોડાઇ શકતો નથી. તેથી આ શરતમાં તેને રાહત કરી આપવામાં આવે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

LIVE : મોટા કાફલા સાથે કોર્ટમાં રજુ થવા માટે રવાના થયા રામ રહીમ, માર્ગ પર સૂઈ ગયા સમર્થક

. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ પર લાગેલ સાધ્વી યૌન શોષણ મામલે આરોપોમાં પંચકૂલાની ...

news

#રામ રહીમ ડેરા સચ્ચા સોદાના આજે 2.30 વાગ્યે ચુકાદો, કોર્ટમાં 700 ગાડીઓના કાફલા સાથે પહોંચશે

ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર સાધ્વી સાથે સેક્સુઅલ હેરેસમેન્ટ કેસ પર આજે ...

news

રામ રહીમ પર કોઈ આંચ આવશે તો એક સેકંડમાં ઈંડિયાને નકશામાંથી મટાવી દઈશુ વાયરલ થયો વીડિયો

રામ રહીમ પર કોઈ આંચ આવશે તો એક સેકંડમાં ઈંડિયાને નકશામાંથી મટાવી દઈશુ વાયરલ થયો વીડિયો

news

કચ્છમાંથી પાકિસ્તાની ત્રાસવાદીઓ ગુજરાતમાં ઘૂસ્યા હોવાના ઈનપુટ મળતાં પોલીસ દોડતી થઈ

કચ્છમાં 4થી વધુ ત્રાસવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળતાં સમગ્ર વિસ્તારમાં અલર્ટ કરી દેવામાં ...

Widgets Magazine