શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (12:54 IST)

પાટીદાર આંદોલનમાં જોડાવા માટે શરુ થયું મીસ્ડ કોલ અભિયાન

વિધાનસભા ચુંટણીમાં ભાજપની આ વખતે ભલે જીત થઈ છે પરંતુ ભાજપ ડબલ ડિજિટમાં આવી ગયું છે. જે ખરેખર આવનારા દિવસોમાં ભારે ખતરાની ઘંટી સમાન છે. ભાજપની ડબલ ડિજિટમાં જીત થયા બાદ હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનને મજબુતાઈથી આગળ વધારવાની જાહેરાત કરી છે અને કહ્યું છેક આ લડત આક્રમક રીતે લડવામાં આવશે. જેના ભાગરૂપે હાર્દિક પટેલ અને તેમની સાથે જોડાયેલા સાથીઓને આ આંદોલનને સમર્થન આપવા માટે અને તેની સાથે જોડાવવા માટે મીસ્ડ કોલ અભિયાન શરુ કર્યું છે. જેના કારણે ગુજરાતમાં આ આંદોલન સાથે કેટલા લોકો જોડાવવા માંગે છે અને કેટલા લોકો તેને સમર્થન કરે છે તેનો રિપોર્ટ બનાવી શકાય તેમજ તેના આધારે આગામી દિવસોમાં આંદોલન અંગેની રણનીતિ પણ ધડવામાં આવશે.

બોટાદના ગઢડા તાલુકા ખાતે ૩૦ ડીસેમ્બરના રોજ ગુજરાતના ૩હજાર ગામોના મુખ્ય કન્વીનર અને તાલુકા-જિલ્લા ના કન્વીનરો ની ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં ગામડે ગામડે સંગઠનને વધુ મજબૂત બનાવવા નિર્ધાર કર્યો હતો. જેમાં પાસની કોર કમિટીને રદ કરી દેવામાં આવી છે. તેમજ પાસ સંગઠનમાં વિરોધમાં ગયેલા તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જયારે આગામી દિવસમાં અનામત આંદોલન ચલાવવા માટે 182 સભ્યોની ટીમ બનાવવામાં આવશે. જેના થકી અનામત , બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે લડાઈને વધુ મજબુત બનાવવામાં આવશે.આ આંદોલન વ્યકિતગત આંદોલન નથી સમાજ અને યુવાનોના ભવિષ્ય માટે છે.