રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 નવેમ્બર 2019 (14:45 IST)

સરકારના મગફળીના ટેકાના ભાવ 1018: ખુલ્લા બજારમાં મગફળીના ભાવ 1400

ગુજરાત સરકાર દ્વારા આજે ખેડૂતો પાસેથી વિવિધ કૃષિ પેદાશોના ટેકાના ભાવથી ખરીદી કરવાનું શરૂ કરાયું છે. રાજ્યના કુલ 145 કેન્દ્ર પરથી અગાઉથી રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી શરૂ થઈ છે જેમાં મગફળી ડાંગર મકાઇ બાજરી મગ અને અડદનો સમાવેશ થાય છે.

ખેડૂતોને તેના ઉત્પાદનના સારા ભાવ મળે અને ખેડૂતોને કોઈ નુકસાન ન થાય તે માટે સરકાર ટેકાના ભાવે થી તેની વિવિધ પ્રોડક્ટની ખરીદી કરે છે. મગફળી માટે સરકારે પ્રતિ 20 કિલોગ્રામના રૂપિયા 1018 ભાવ રાખ્યા છે પરંતુ બજારમાં સારી ગુણવત્તાવાળી મગફળીના ભાવ પ્રતિ કિલોગ્રામ દીઠ 1400 રૂપિયાના આવી રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો સરકાર જે ટેકાના ભાવથી મગફળીની ખરીદી ખરીદી રહી છે તેના કરતાં વધુ ભાવ ખેડૂતોને બજારમાંથી મળી રહ્યા છે.

મગફળી ઉપરાંત ડાંગર, મકાઇ, બાજરી, મગ કે અડદના સરકારના ટેકાના ભાવ કરતા વધુ ભાવ બજારમાં મળી રહ્યા છે. ભૂતકાળમાં એવું હતું કે બજારમાં ખૂબ જ સસ્તા ભાવે મગફળી સહિતની અન્ય પ્રોડકટના ભાવ નીચા બોલતા હતા જેને પગલે ખેડૂતોને તેની ઉપજના કોઈ જ ભાવ મળતા ન હતા અને ખેડૂતો પાયમાલ થઇ જતા હતા.

આવી સ્થિતિ ન થાય તે માટે સરકાર દ્વારા ખેડૂતોને સારા ભાવ મળે તે હેતુથી વિવિધ કૃષિ પેદાશોની ટેકાના ભાવથી ખરીદી કરી રહી છે જેના માટે ખેડૂતોએ ફરજિયાત રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આવી નોંધણી કરાવ્યા બાદ જે તે કેન્દ્ર ખાતે જઈને મગફળી કે અન્ય પ્રોડક્ટની ડીલીવરી આપવાની હોય છે જેની સામે સરકાર દ્વારા ખેડૂતના બેંક ખાતામાં જે નક્કી કરેલા છે તે ભાવ મુજબનું પેમેન્ટ જમા કરી દેવામાં આવે છે.

પરંતુ આ વર્ષે ટેકાના ભાવ કરતાં બજારમાં વધુ ભાવ ઉપર હોવાથી કેટલા ખેડૂતો સેન્ટર માં જઈને પોતાની પ્રોડક્ટને વેચશે તે પ્રશ્ન ઘણો મોટો છે બીજી બાજુ સૂત્રો જણાવે છે કે બે વર્ષ પહેલા ટેકાના ભાવથી ખરીદી માં મોટું કૌભાંડ થયું હતું જેમાં મગફળીની સાથે માટીના ઢેફા અને પથ્થરો આપી દેવાયા હતા સરકારે એ સમયે લગભગ 3700 કરોડ રૂપિયાની ટેકાના ભાવથી ખરીદી કરી હતી જ્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ટેકાના ભાવથી ખરીદી માટે સરકારે 4000 કરોડનું કૌભાંડ કર્યું છે.

આ વર્ષે બજાર ભાવ વધુ મળતા હોવાથી ખેડૂતો પણ હવે ખૂબ જ નબળી અને હલકી ગુણવત્તાવાળી મગફળી સરકારને પધરાવી દેશે જો કે બે વર્ષ પહેલાંની સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે તમામ પગલાં લીધા છે. મગફળીની સાથે માટે કે પથ્થરોના આવી જાય તે માટેની કાળજી લેવામાં આવી છે.