મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2023 (12:19 IST)

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતની મુલાકાતે, અંબાજીમાં માતાજીની પૂજા-અર્ચના કરી

pm modi
pm modi
PM નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી અંબાજી ખાતે મા અંબાની પૂજા-અર્ચના કરી માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા. વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અંબાજીના માર્ગો પર લોકોએ PM મોદી ઉપર ફૂલોનો વરસાદ કરી કરી તેમનું અભિવાદન કર્યું હતું. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. અંબાજી નજીક ચિખલા હેલીપેડ ખાતે ​​​​​પીએમ મોદી ઉતરાણ કરી અંબાજી મંદિર સુધી સડક માર્ગે તેમના કાફલા સાથે રવાના થયા હતા. વડાપ્રધાને રોડ પર ઉભા રહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. નરેન્દ્ર મોદી મંદિર પહોંચતા મંદિરમાં આદિવાસી નૃત્ય અને આદિવાસી ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી ગર્ભ ગૃહમાં પાવડી પૂજા કરી અંબાજી મંદિરના ભટજી મહારાજ જોડે આશીર્વાદ મેળવશે. ત્યારબાદ તેઓ ખેરાલુના ડભોડા ખાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાનને આવકારવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અંબાજી પહોંચ્યા છે. તેઓ મંદિરના શક્તિદ્વાર પર PM મોદીને આવકારશે. વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.