રવિવારથી વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે. રોરો ફેરીનું લોકાર્પણ કરશે

શનિવાર, 21 ઑક્ટોબર 2017 (13:52 IST)

Widgets Magazine
modi


ભાવનગર જિલ્લાના વિકાસની નવી ક્ષિતીજો ખોલનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે પ્રથમ પેસેન્જર ફેરી બોટમાં નરેન્દ્રભાઈ  મોદી ઘોઘાથી દહેજની મુસાફરી કરશે. અલબત્ત ડિસેમ્બરમાં ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન લાગી ગયા બાદ પૂર્ણત: રો-રો ફેરી સર્વિસ શરૂ થશે, જેમાં 150 મોટા વાહનો અને 1000 મુસાફરોની સમાવેશ કરાશે ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે, જે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે, ઘોઘા ખાતેનું ટર્મિનલ સંપૂર્ણ કાર્યરત થયા બાદ સરકારની ઘોઘાથી મુંબઇ, ઘોઘાથી હજીરા (સુરત) વચ્ચે પણ ફેરી સર્વિસ ચલાવવાની યોજનાઓ છે. મરિન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિકટ ગણાતા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડના તમામ અધિકારીઓ, કર્મચારીઓ દિવસ રાત એક કરી રહ્યા હતા. આ બે દિવસના ગુજરાત પ્રવાસમાં પીએમ મોદી ભરૂચ ખાતે નર્મદા વોટર પમ્પિંગ સ્ટેશન અને કંડલા ખાતે રાજ્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ ગાંધીનગર ખાતે આફ્રિકન વિકાસ બેંકના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકતો વધી ગઇ છે. અને ચૂંટણીની તારીખ લાગુ થાય અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા ભાજપ અને મોદી સરકાર તેમના મહત્વના પ્રોજેક્ટનું લોકાપર્ણ કરીને તેમની સરકારે વિકાસનો કેવા વાવટો ફરકાવ્યો છે તે બતાવી દેવા માંગે છે. જેથી ચૂંટણી વખતે આ તમામ વસ્તુઓ ગણાવી શકાય.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી જ ચૂંટણી લડશે

મહેસાણામાંથી એક સમયે ચૂંટણી લડવામાં કચવાટ અનુભવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હવે ...

news

ડાકોરમાં રણછોડરાય મંદિરમાં અન્નકૂટ દરમિયાન ભગદડ મચી, બે ના મોત

આણદ.. ગુજરતમાં ખેડા જીલ્લાના ડાકોરમાં રણછોડરાય મંદિરમાં શુક્રવારે અન્નકૂટ કાર્યક્રમ ...

news

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

ભારત સરકારના સોલિસિટર જનરલ રંજીત કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ...

news

Viral Video - નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ દિવાળી પર ડાન્સ કર્યો

આખા દેશમા દિવાળીની ધૂમ મચી છે , એક બાજુ પ્રધાનમત્રી મોદીએ દિવાળી ઉજવી તો બીજી બાજુ તેમની ...

Widgets Magazine