પ્રિયંકા ગાંધી વડોદરામાં રોડ શો કરશે, ગરબામાં પણ ભાગ લઈ શકે છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે.
વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.કોંગ્રેસ મિશન 2022માં 125 લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આઠ વચન જન જન સુધી લઇ જવાની રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે.
અમદાવાદ ખાતે વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. ચૂંટણી પહેલા નવરાત્રી અને દિવાળીના આગામી કાર્યક્રમ નક્કી કરાયા હતા. ભારત જોડો યાત્રા અંતર્ગત દરેક તાલુકા દીઠ 75 બાઇક રેલીનું આયોજન કરવા આહ્વાન કરાયું હતું. તેમજ આગામી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી રોડ શૉ કરશે. તે પહેલા ગામે ગામ જઇ તૈયારીઓ શરૂ કરવા સૂચનાઓ અપાઇ હતી. આ ઉપરાત કોંગ્રેસ નવરાત્રી સમયે શક્તિ વંદના કાર્યક્રમ કરશે.ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયો હતો. ચૂંટણી PRO સોભા ઓઝાની ઉપસ્થિતિમાં ઠરાવ પસાર કર્યો હતો. દર ચૂંટણીમાં બેક ફૂટ પર રહેતી કોંગ્રેસ મિશન 2022 માટે ફ્રન્ટ ફૂટ પર રમી રહી છે, ત્યારે કોંગ્રેસની નવી સ્ટ્રેટજીનો કેટલો લાભ 2022 ચૂંટણી મળે છે તે જોવાનું રહેશે.