શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જુલાઈ 2019 (16:40 IST)

રાહુલ ગાંધીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતીઃ અમદાવાદ મેટ્રોલપોલિટન કોર્ટે સમન્સ કાઢ્યું

રાહુલ ગાંધી સામે અમદાવાદમાં સમન નીકળ્યું છે. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે રાહુલને કોર્ટમાં હાજર રાખવા સમન ઇશ્યુ કર્યુ છે. રાહુલ ગાંધી સામે અમદાવાદમાં બદનક્ષીનો કેસ નોંધાયો હતો. રાહુલ ગાંધીએ અમિત શાહને ખૂન કેસના આરોપી કહ્યાં હતા. આ મામલે ભાજપના એક કોર્પોરેટરે ફરિયાદ દાખલ કરી હતી.કોર્ટે રાહુલ ગાંધી સામે સમન ઇશ્યુ કર્યુ છે ત્યારે અમદાવાદમાં રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા છે. આજે કોર્ટમાં કેસની તારીખ છે ત્યારે રાહુલ ગાંધી હાજર થાય તેવી શક્યતા છે. ગત 1 મેના રોજ આ મામલે અમદાવાદમાં રાહુલ ગાંધી સામે સમન ઇશ્યુ થયું હતું પરંતુ રાહુલ ગાંધી હાજર રહ્યાં નહોતા.

અગાઉ અમદાવાદની મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ કાઢ્યું હતું ત્યારે લોકસભાના સ્પીકર દ્વારા સમન્સની બજવણી કરવાનો મેટ્રોકોર્ટે હુકમ કર્યો હતો. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય હોવાથી સ્પીકર દ્વારા સમન્સ બજવણી કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. આજે આ મામલે સુનાવણી હાથધરાવી હોય રાહુલ ગાંધી હાજર રહેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ખૂન કેસના આરોપી કહેવા બદલ કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સામે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ થઈ હતી. ફરિયાદી ખાડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટની સીઆરપીસીની કલમ 202 હેઠલ વેરિફીકેશન મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ કર્યા બાદ ફરિયાદી અને બે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.