બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (17:16 IST)

રાહુલ ગાંધીની કાર પર પત્થરમારો કરાયો, કારના કાચ તૂટ્યાં, મોદી મોદીના નારા લાગ્યાં

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પુરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ પુરપિડીતો સાથે મુલાકાત કરી હતી. તેઓ ધાનેરાના હેલિપેડ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તેમની કાર પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. દરમિયાન તેમની સામે મોદી મોદીના નારા લાગ્યાં હતાં. આ વિરોધને પગલે લાલ ચોકમા રાખવામાં આવેલી સભાને પણ રદ કરવામાં આવી હતી.


આ અગાઉ રાહુલ ગાંધી  રાહુલ ગાંધી રાજસ્થાનથી હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા આવી પહોંચ્યા હતા. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત તેમની સાથે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દાવા કરવા સરળ છે પરંતુ કામ કરવું મુશ્કેલ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે  જે લોકોને પણ મળીને પૂછી રહ્યા છીએ તે લોકો જણાવી રહ્યા છે કે તેમને સરકારની મદદ મળી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી પૂરને લઇને  ભાજપ કૉંગ્રેસમાં રાજકારણ ચાલી રહ્યું છે.

પૂરપીડિતો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધી ધાનેરાના APMC પહોંચ્યા હતાં જ્યાં સ્થાનિક લોકો કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો જ્યારે મોદી મોદીના નાર લગાવ્યા હતાં. ધાનેરા માર્કેટયાર્ડમાં રાહુલ ગાંધી આવી પહોંચ્યા હતાં. જ્યાં વેપારીઓ સાથે મુલાકા કરી હતી અને વેપારીઓ પોતાની વ્યથા ઠાલવી હતી. જ્યારે રાહુલ ગાંધી લાલ ચોક પહોંચ્યા ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અને મોદી મોદી નારા લગાવ્યા હતાં.