મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2019 (11:15 IST)

રાહુલ, સોનિયાજી અને મનમોહનસિંહે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજર રહી બાપુને અંજલી અર્પી

ઘણા ટાઈમથી ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી થઈ રહી છે. એક પછી એક નેતાઓ અને ધારાસભ્યોને ભાજપ કોંગ્રેસમાંથી ખેરવીને ભગવો ખેસ પહેરાવી રહ્યો છે. ત્યારે આજે મોદીના ગઢમાંજ કોંગ્રેસનો હુંકાર થવા જઈ રહ્યો છે. અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા છે. જેમાં સમગ્ર ગાંધી પરિવાર ઉપરાંત દેશના મોટા ગજાના નેતાઓ હાજર રહેશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અમદાવાદ આવી પહોંચ્યા છે. ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજી ઐતિહાસિક દિનની ઉજવણીમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓ ખાસ બસમાં ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશેષ કારમાં આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તમામનું સુતરની આંટી પહેરાવીને સ્વાગત કર્યું હતું.  ગાંધી આશ્રમ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તમામનું સુતરની આંટી પહેરાવીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સોનિયા ગાંધી, ડો. મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ બાપૂની તસવીરને સુત્તરના હાર પહેરાવીને અજંલી આપી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓ નિયત સમય કરતાં એક કલાક મોડા પહોંચ્યા હતાં.