શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 એપ્રિલ 2017 (13:23 IST)

વડાપ્રધાન ચા વેચતા હતા તે વડનગરના રેલવે સ્ટેશનની કાયાકલ્પ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જે રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા તેની કાયાકલ્પ થવાની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યના વડનગર રેલવે સ્ટેશનને નવુ રંગરૂપ મળશે. કેન્દ્રીય રેલરાજ્ય પ્રધાન મનોજસિન્હાએ વડનગર રેલવે સ્ટેશનના વિકાસ માટે આઠ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સચાણામાં ઈનલેંન્ડ કંટેનર ડેપો (IECD)ના ઉદ્ઘાટન વખતે આ જાહેરાત કરી હતી.

અમદાવાદ ડિવિઝનલ રેલવે પ્રબંધક દિનેશ કુમારે જણાવ્યુ હતુ કે, પ્રવાસન વિભાગે વડનગરના રેલવે સ્ટેશનના વિકાસ માટે રૂા. 8 કરોડનું જંગી બજેટ ફાળવ્યુ છે. આ કામ રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા વડનગર- મોઢેરા- પાટણ રૂટ ઉપર વિકસીત કરવામાં આવશે. આ આખો પ્રવાસન રૂટ રૂા. 100 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મોદી સરકારે મહેસાણા અને તારંગાહિલ ( જૈન તીર્થધામ) ની વચ્ચેના 57.4 કિમીના રેલવે રૂટને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવા માટે રૂા. 414 કરોડની ફાળવણી કરી હતી.