ગુજરાતમાં ભારે વરસાદથી કુલ 9નાં મોત, બે હજારથી વધુ લોકોનું સ્થળાંતર

સોમવાર, 17 જુલાઈ 2017 (12:21 IST)

Widgets Magazine
rain in gujarat


અબડાસામાં શનિવારે સવા સાત ઈંચ બાદ આખી રાત મુશળધાર વરસાદથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ સહિત 24 કલાકમાં 13 ઈંચ પાણી વરસી જતાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. આ પંથકના ત્રણ ગામમંથી 200 લોકોનું અન્યત્ર સ્થળાંતર કરાયું હતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓેને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ આજે દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો હતો. રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાંથી ૨૦૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે ઊારે વરસાદથી કુલ ૯ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર છેલ્લા ૭૨ કલાક દરમિયાન દહેગામ તાલુકાના પાલુન્દ્રા, દાંતિવાડાના ગુંદરી, મેઘરજના સિસોદરા, લોધિકાના જેતાકૂવા, સાયલાના ધમરાસણ, ઉનાના કોલવાણ, ખંભાળિયાના લાપડરા, જામનગરના કોજા અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક-એક વ્યક્તિએ ભારે વરસાદને કારણે જીવ ગુમાવ્યા છે. એનડીઆરએફ ટીમ અને આર્મી સંકટમોચક બનતાં આ મૃતાંક વધતા અટક્યો છે. તેમના દ્વારા ૧૪ જુલાઇના ૧૫૭૦ અને ૧૫ જુલાઇના ૫૩૪ એમ કુલ ૨૦૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૪૦૫ વ્યક્તિઓને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
rain in gujarat

રવિવારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ૨૦ વ્યક્તિઓને રેસ્ક્યુ ઓપરેશન ઓપરેશન કરીને બચાવી લેવામાં આવી હતી. આ ૪૦૫ વ્યક્તિઓમાં સુરેન્દ્રનગર જિલ્લાની ૯ વ્યક્તિઓને એનડીઆરએફ દ્વારા એર લિફ્ટથી બચાવી લેવામાં આવેલી તે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી બાબુભાઇ બોખરીયાએ રવિવારે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાઇ લઇને રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૯૮૭થી ૨૦૧૬ એમ ૩૦ વર્ષ દરમિયાન રાજ્યમાં ચોમાસા દરમિયાન વરસાદની સરેરાશ ૩૧.૮૮ ઈંચ છે અને જ્યારે આ વર્ષે ૧૬ જુલાઇ સુધી ૧૧.૯૨ ઈંચ વરસાદ પડયો છે. ગત વર્ષે ૧૬ જુલાઇ સુધીમાં માત્ર ૨૧.૨૦ ટકા વરસાદ નોંધાયો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

AMARNATH યાત્રાળુઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 17ના મોત 25 ઘાયલ રાહતકાર્ય ચાલુ (VIDEO)

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓને લઈને જઈ રહેલી બસ અકસ્માતગ્રસ્ત થઈ થઈ છે. બસ ...

news

Presidential Election - 14માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ, PM નરેન્દ્ર મોદીએ કર્યુ મતદાન

ભારતના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 17 જુલાઈ સોમવારના રોજ નવી દિલ્હીમાં સંસદ ભવન અને ...

news

અમરનાથ યાત્રામાં ઘાયલની સંખ્યા વધીને 8 થઈ, વધુ એક ગુજરાતી મહિલાનું મોત

શ્રીનગરથી કટરા જતી વલસાડના 58 યાત્રાળુઓની બસ પર અનંતનાગ પાસે હુમલો થયો હતો. આ આતંકી ...

news

૪૮ કલાકમાં કચ્‍છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં અતિ ભારે વરસાદ સંભવ !!!

ગુજરાતમાં સર્જાયેલ વરસાદી વાતાવરણ વધુ ઘેરૂ બને તેવા એંધાણ વર્તાય છે. હવામાન વિભાગે ગુજરાત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine