ગુજરાત કોંગ્રેસમાં ગાબડું, અન્ય ત્રણ ધારાસભ્યોના રાજીનામાં, શૈલેષ પરમારને વિધાનસભાના દંડક બનાવાયા

ગુરુવાર, 27 જુલાઈ 2017 (17:47 IST)

Widgets Magazine
congress

શંકરસિંહ વાઘેલાએ વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામી આપ્યા બાદ બળવંતસિંહ સાથે તેજશ્રીબેન પટેલ પણ પોતાનું રાજીનામું અધ્યક્ષ રમણલાલ વોરાને આપ્યું છે. બંને નેતાના રાજીનામા બાદ વીજાપુરના ધારાસભ્ય પી. આઈ. પટેલે પણ રાજીનામું આપ્યું છે. 

આગામી 8મીએ રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે રાજીનામા બાદ બળવંત રાજપૂત પણ રાજ્યસભામાં માટે ફોર્મ ભરશે. બળવંતસિંહના રાજીનામાં બાદ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને દંડક બનાવાયા. પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને મોડાસા MLA રાજુ ઠાકોર શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેઓ પણ કોંગ્રેસ સાથે છેડો ફાળે તેવું કહેવાય છે. રાજીનામા બાદ બળવંતસિંહે કહ્યું હતું કે, 'કોંગ્રેસ સાથે 35 વર્ષથી જોડાયો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી પક્ષમાં અનેક શંકા-કુશંકાઓ હતી. આગેવાનો પર પ્રજાને વિશ્વાસ નહોતો રહ્યો એટલે હું કોંગ્રેસ છોડી રહ્યો છું. તેજશ્રીબેને કહ્યું હતું કે, '25 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલી હતી પરંતુ પક્ષના આતંરીક ડખાના કારણે હું પક્ષ છોડી રહી છું. રાજીનામું આપતા પણ હું દુઃખી છું, પાટીદારોને અન્યાયના પ્રશ્ને અનેક વખત પક્ષમાં રજૂઆત કરી હોવા છતાં પક્ષ કોઈ પગલાં ન ભર્યા તેથી પાટીદારોને ન્યાય અપવા માટે હું પક્ષ છોડી રહી છું. કોંગ્રેસમાં ચોક્કસ લોકોને હરાવવાની સોપારી લેવાય છે, થોડા સમય પહેલાં અલ્પેશ ઠાકોરે મારી સાથેના એક જાહેર કાર્યક્રમાં કહ્યું હતું કે, વિરમગામની ટિકિટ કોંગ્રેસ કહેશે તેને નહીં પરંતુ અલ્પેશ ઠાકોર કહેશે તેને મળશે. અલ્પેશના પિતાને ટિકિટ આપવાની કોંગ્રેસ વેતરણના કારણે મેં કંટાળીને રાજીનામું આપ્યું છે.'Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

VIDEO - અમદાવાદમાં ભારે વરસાદથી Airportનો રનવે ડેમેજ... જુઓ વીડિયોમાં

ગુજરાતના અમદાવાદમાં ભારે વરસાદને કારણે એયરપોર્ટના રનવેને ભારે નુકશાન થયુ છે. એયર ઈંડિયાની ...

news

ગુજરાત કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, વિધાનસભામાં કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂતે રાજીનામું આપ્યું

ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલીમાં ચૂંટણી પહેલા જબરદસ્ત ફટકો પડ્યો છે. આગામી સમયમાં યોજાનાર ...

news

વરસાદે હવે અમદાવાદને ધમરોળવાનું શરુ કર્યું. એક જ રાતમાં શહેર આખું જળબંબાકાર

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ વરસાદે હવે અમદાવાદનો વારો કાઢ્યો છે. ગઈ કાલે ...

news

Photo આ અમદાવાદનું એરપોર્ટ છે કે તળાવમાં બનેલુ Airport..!! ભારે વરસાદથી અમદાવાદ Airportનો રનવે ડેમેજ

ગુજરાતના અમદાવાદમાં ભારે વરસાદને કારણે એયરપોર્ટના રનવેને ભારે નુકશાન થયુ છે. એયર ઈંડિયાની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine