રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 12 જૂન 2022 (10:54 IST)

ગુજરાત હવામાન : ચોમાસું ગુજરાત નજીક પહોંચ્યું, હજુ પણ વધુ વરસાદની આગાહી

મુંબઈમાં ચોમાસું અધિકૃત રીતે પ્રવેશી ચૂક્યું છે અને મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે. ત્યારે ગણતરીના દિવસોમાં જ રાજ્યમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.
 
ગુજરાતમાં ચોમાસા પહેલાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના વિસ્તારોમાં વરસાદ શરૂ.
હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ચોમાસું મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોના વિસ્તારોમાં આગળ વધશે.
મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળના દરિયાકિનારા પાસેના વિસ્તારોમાં આવનારા દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
લાઇન
ગુજરાતના ખેડૂતો માટે હવે સારા સમાચાર છે કે ચોમાસું હવે ફરી મજબૂત બની રહ્યું છે અને તે હવે આગળ વધશે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે અરબ સાગરનું ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધશે. જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
 
તો આપણે જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો, ચોમાસું ક્યારથી આગળ વધશે અને ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચશે?
 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન
વલસાડ જિલ્લામાં મધ્ય રાત્રીએ વરસાદનું આગમન થયુ છે. વલસાડ શહેર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
 
શહેરના છીપવાડ તેમજ મોગરાવાડી અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો.
 
પ્રાપ્ત અહેવાલો અનુસાર, વરસાદને કારણે સમગ્ર વલસાડ શહેરમાં વીજળી પણ ખોરવાઈ હતી. જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા નબળી પ્રિમોન્સૂન કામગીરી છતી થઈ હતી.
 
વરસાદને લીધે લોકોને ગરમીથી રાહત મળી હતી.