રાજકોટ - બોયફ્રેન્ડ સાથે મળી પોળમાં જ રહેતી યુવતીએ કરી 6 લાખની લૂંટ

રાજકોટ., શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (08:47 IST)

Widgets Magazine

 શહેરમાં થોડા દિવસ પહેલા મુળ કેશોદની છાત્રાએ દોઢસો ફુટ રીંગ રોડ પર જોલી પેલેસમાં મોચી વૃધ્ધાના ઘરમાં ઘુસી તેમના પર છરી-પાઇપથી હુમલો કરી ચેઇનની લૂંટ ચલાવી હતી. ત્યાં વધુ એક ઘટનામાં ગત સાંજે સવા પાંચથી સાડા પાંચની વચ્ચે રૈયા રોડ પર શિવાજી પાર્ક સામે આવેલા હરિપાર્કમાં રહેતાં એડવોકેટ મહેન્દ્રભાઇ પૂજારાના ઘરમાં તેમના 73 વર્ષિય પત્નિ સરયુબેન પૂજારા એકલા હોઇ ઘર નજીક જ રહેતી બ્રાહ્મણ યુવતિ કરિશ્મા ભટ્ટે તેના બોયફ્રેન્ડ અર્જૂન રાજેન્દ્રભાઇ રાવલ સાથે મળી મોઢે બૂકાની બાંધી ઘુસી જઇ સરયુબેનને પછાડી દઇ મોઢે ડુચો દઇ દોરીથી હાથ બાંધી દઇ બાથરૂમમાં પુરી દીધા બાદ કબાટમાંથી રૂ. 6,50,000ની રોકડની લૂંટ ચલાવતાં સનસનાટી મચી ગઇ છે. લૂંટ ચલાવી ભાગી છૂટેલા બંનેને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી છે.


 લૂંટની ઘટનામાં સામેલ કરિશ્મા ભટ્ટ અને બોયફ્રેન્ડ અર્જૂન રાવલને શોધવા તેના પરિવારજનો અને પોલીસે દોડધામ શરૂ કરી છે. દરમિયાન આજે સવારે અર્જૂને પિતા રાજેન્દ્રભાઇ રાવલને અન્ય કોઇના ફોનમાંથી ફોન કરીને પોતે અને કરીશ્મા લીંબડી તરફ હોવાની વાત કરી હતી. પિતાએ પૈસા બાબતે પુછતાં તેણે એ વાત કબુલી હતી કે કરિશ્મા સાથે મળીને સરયુબેન પૂજારાના ઘરમાંથી રૂ. 6 લાખ લઇ ગયા છે.  કરિશ્મા આત્મીયમાં અભ્યાસ કરે છે અને અર્જૂન પણ આર.કે. કોલેજમાં અભ્યાસ કરે છે. કોઇપણ કારણે આર્થિક ભીંસમાં આવી જતાં બંનેએ સાથે મળી લૂંટ કર્યાનું બહાર આવ્યું છે. બંને ઓળખાઇ ન જાય તે માટે બુકાની બાંધીને ગયા હતાં. પરંતુ વૃધ્ધા સરયુબેન હિમ્મતભેર સામનો કરી ઝપાઝપી કરતાં કરિશ્માની બૂકાની છૂટી ગઇ હતી અને તે ઓળખાઇ ગઇ હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, અનેક દિગ્ગજો મેદાનમાં

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આજથી તબક્કાવાર શરૂઆત થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં પાંચ ...

news

બહુચરાજી મંદિરમાં ફૂલોનું નિર્માલ્ય અને વધેલા ખોરાકમાંથી ખાતર બને છે

બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના ભોજનાલયમાં કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્રોજેકટ હાથ ધરવામાં ...

news

ફાયરબ્રિગેડની ઐતિહાસિક ઈમારત ભૂતકાળ બનશે,દાંડિયાબજારમાં રસ્તો પહોળો કરવા ઈમારત જમીનદોસ્ત કરાશે

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોમાં જેની ગણના થાય છે તે દાંડીયાબજાર વિસ્તારની ફાયરબ્રિગેડની ...

news

અમદાવાદના હિટ એન્ડ રનમાં નિરાધાર દિકરીઓની માતા બની મોટી દિકરી

અમદાવાદમાં શાસ્ત્રીનગરમાં એક ગમખ્વાર અકસ્માતમાં માંતેલા સાંઢ જેવી આઈ10 કારે ફૂટપાથ પર ...

Widgets Magazine