ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 30 જુલાઈ 2023 (16:16 IST)

Rajkot News- રાજકોટ નશાની હાલતમાં પોલીસકર્મીએ સર્જ્યો

accident
Rajkot News- રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ પાસે નશાની હાલતમાં પોલીસકર્મીએ સર્જ્યો

અમદાવાદમાં હજુ થોડા દિવસો પહેલા ઈસ્કોન બ્રિજ પર સર્જયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા છે. ઓવર સ્પીડમાં કાર ચલાવી અનેકનો જીવ લેવાયાની ઘટના બાદ ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ સક્રિય બની છે. તેમજ રોડ પર બેફામ વાહનો ચલાવી પોતાના અને લોકોના જીવ પર જોખમ ઉભુ કરી રહેલા અનેક વાહન ચાલકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે 
 
રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ પાસે નશાની હાલતમાં પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત.  પોલીસ કર્મચારીએ દારૂના નશામાં છાટકા થઈને અકસ્માત સર્જીયને 17 વર્ષની કિશોરીને અડફેટે લીધી હતી . સાયકલ લઈને જઈ રહેલી કિશોરીને બેફામ આવી રહેલા પોલીસકર્મીએ અડફેટે લીધી
 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે અકસ્માત સર્જ્યો હતો. યુનિવર્સિટીના ગેટ પાસે સાયકલ લઈને જઈ રહેલી 17 વર્ષીય કિશોરીને પોલીસકર્મીની કારે અડફેટે લીધી હતી.