શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 ઑગસ્ટ 2020 (14:32 IST)

મેરઠમાં ફરજ દરમિયાન અમદાવાદનો જવાન થયો શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે આપી શ્રદ્ધાંજલિ

Rajneesh patani
ઉત્તરપ્રદેશના મેરઠમાં ડ્યૂટી દરમિયાન શહીદ થયેલા સેનાના જવાન રજનીશ પટણીનો પાર્થિવ દેહ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો. અહીં જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ જવાનના પાર્થિવદેહને અમરાઇવાડી સ્થિત તેમના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો. 
અમરાઇવાડીમાં જવાનનો પાર્થિવદેહ પહોંચતાં જ આસપાસના લોકો પહોંચી ગયા. જોકે કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન ન થયા એટલા માટે પોલીસની ટીમ પણ પહોંચી હતી. રજનીશ પટણી ઉત્તર પ્રદેશના મેરઠમાં તૈનાત હતા. 
 
ગત થોડા દિવસોથી તબિયત ખરાબ થતાં અચાનક તેમની પત્નીનું નિધન થઇ ગયું હતું. તેમના નિધનના સમાચાર અમદાવાદના અમરાઇવાડીમાં રહેતા તેમન પરિજનોને મળતાં હાહાકાર મચી ગયો છે. પરિજનોમાં શોક માહોલ છવાયો છે. શહીદ જવાન રજનીશ એક ખાનગી ચેનલમાં ન્યૂઝ રિપોર્ટર તરીકે કામ કરતી અનીતા પટણીનો ભાઇ છે.