1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 માર્ચ 2024 (15:20 IST)

ધારાસભ્ય કેતન ઈનામદાર બાદ સાવલી તા.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના રાજીનામા

Resignation of Panchayat President-Vice President
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતા વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો છે.ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઇ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે, પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્યપદ પરથી રાજીનામું આપ્યું એવું કહી શકાય નહીં.

હાલ અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી, જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં. કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઈનામદારનો આરોપ છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું.કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું ઇમેલ કર્યા બાદ તેમના સમર્થનમાં સાવલી તાલુકાના 15 જેટલા સરપંચોએ રાજીનામાં આપી દીધા છે. તેમજ તાલુકા પંચાયતના સભ્યો,યુવા મોરચો,સહિત અગ્રણી હોદ્દેદારો પદ પરથી રાજીનામાં પડી રહ્યા છે.
Resignation of Panchayat President-Vice President

સાવલી તાલુકા પંચાયતન પ્રમુખ ગીતાબેન સોલંકી, ઉપપ્રમુખ વાલજીભાઈ રબારી અને કારોબારી ચેરમેન અર્જુન સિંહ પરમારે રાજીનામા આપી દીધા છે. કાર્યકરો કહી રહ્યા છે કે,5000થી વધુ કાર્યકરો રાજીનામા ધરી દેશે. સાવલી ભાજપ ખાલી થઈ જશે.કેતન ઈનામદારના રાજીનામાની વાતની જાણ થતા સાવલી સ્થિત નવા નિવાસસ્થાને તેમના સમર્થકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતા. તો રંજનબેન ભટ્ટના સમર્થનમાં કેતન ઇનામદારના રાજીનામાની ચર્ચા વચ્ચે રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે હું તો કેતનના રાજીનામાથી અજાણ છું. હું તેમની સાથે વાત કરીશ. આ ખૂબ જ દુઃખની વાત છે.કમલમ આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, નારાજગી તો ગમે તેને હોય, નારાજગી તો ગમે તે માણસને હોય શકે. પાર્ટી નીતિ નિયમો પ્રમાણે ચાલે છે. ઉમેદવારોની પસંદગી પાર્ટી નક્કી કરે કોઈ ધારાસભ્ય થોડા કરે.