જલગાવમાં આંગડિયા પેઢીના બે કર્મચારીને લૂંટી લેવાનો મામલો, 2.50 કરોડની લૂંટ

robbery
Last Modified રવિવાર, 14 ઑક્ટોબર 2018 (08:35 IST)
ગઈકાલે બપોરે 11 કલાકે મહારાષ્ટ્ર ના નજીક 2.50 કરોડ ની થઈ હતી લૂંટ. મહેસાણાના એ ડીવીજન પી આઈ ભાસ્કર વ્યાસ ને લૂંટ ના આરોપી બાબતે મળી હતી જાણકારી

જાણકારી મુજબ મહેસાણા ના લક્ષ્મીપુરા ગામના દિપક પટેલ નામનો શખ્સ મોટો ગુનો આચરીને આવ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમી
આધારે મહેસાણા એ ડિવિઝન પી આઈ વ્યાસ અને એલ સી બી પી આઈ આર એસ પટેલે આરોપી ઓને પકડી લીધા.

આરોપીએ લૂંટ કર્યા પછી ઘટના સ્થળથી ભાગીને તેમાંથી એક આરોપી લૂંટ કર્યા બાદ પોતાની ગર્લ ફ્રેન્ડ ના ઘરે છુંપાયો હતો. મહેસાણા પોલીસે ગણતરી ના કલાકમાં લૂંટ કરનાર આરોપી ને ઝડપી લીધા
આરોપીઓના નામની આ ..
પટેલ રાજેન્દ્રકુમાર કાનજીભાઈ રહે મૂળ ગડુલી લખપત ભુજ
અમરસિંહ ચેનાજી ઠાકોર રહે મહેસાણા
પટેલ અક્ષય કુમાર શૈલેષભાઇ રહે ટીટોલી સુરત
પટેલ પ્રકાશકુમાર શાંતિલાલ રહે ટીટોલી સુરત
પટેલ પ્રદીપ કુમાર હસમુખભાઈ રહે ટીટોલી સુરત

આ 5 આરોપી એ ગઈકાલે 11 કલાકે કરી હતી લૂંટ. નવાપુરા મહારાષ્ટ્ર હાઇવે રોડ ઉપર બપોર ના 11 કલાકે ટાટા સફારી કારમાં જઈ રહેલા ત્રણ વેપારી ને રિવોલ્વર ની અણીએ લૂંટયા હતા.મહેસાણા પોલીસે કુલ 1.22 કરોડ રોકડ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 1.26 કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે.લૂંટમાં વપરાયેલ ઇનોવા કાર બે પિસ્તોલ સહિત મુદ્દામાલ કબ્જે કરાયો


આ પણ વાંચો :