બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 એપ્રિલ 2021 (07:20 IST)

સુરેન્દ્રનગરમાં આંગડીયા કર્મચારી પાસેથી 50 લાખની લૂંટ, આરોપી ફરાર

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની આંગડીયા પેઢીના એક કર્મચારી પાસેથી 50 લાખ રૂપિયા લૂંટવાનો કિસ્સો સામે આવ્યો છે.  એક્ટિવા પર જઇ રહેલા આંગડીયા કર્મીઓની આંખમાં મરચાનો પાવડર નાખીને ત્રણેય વ્યક્તિઓ બાઇક પર રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને ભાગી ગયા હતા. ત્રણેય આરોપી સીસીટીવી ફૂટેજમાં જતાં જોવા મળી રહ્યા છે. ઘટનાની સૂચના મળતાં જ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. 
 
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની મહાલક્ષી શેરીમાં રહેનાર ભરતભાઇ ધીરલાલ દવેએ સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું કે થાનગઢમાં રહેતા વિરલભાઇ હસમુખભાઇ ગાંધી પોતાના ઘરેથી પોતાના ઘરેથી 50 લાખ રૂપિયા લઇને એક્ટિવા પર આંગડીયા પેઢી જઇ રહ્યા છે. આ દરમિયાન તે થાનગઢના ડોક્ટર રાણા ક્લિનિક પાસે પહોંચ્યા હતા. 
 
સામેથી આવી રહેલા ત્રણ વ્યક્તિઓએ તેમની આંખમાં મરચાનો પાવડર નાખી દીધો. તેમની આંખમાં બળતરા થવાનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ એક્ટિવા પર રાખેલા 50 લાખ રૂપિયાની બેગ લઇને ભાગી ગયા. પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપીઓના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય એક સાથે બાઇક પર આવ્યા હતા.  
 
ત્રણેય આરોપીને પકડવા માટે સુરેન્દ્રનગર સહિત રાજકોટ સિટી, ગ્રામ્ય, મોરબી, અમદાવાદ સિટી અને ગ્રામ્ય, બોટાદ, અમરેલી, જામનગર, ભાવનગર, મહેસાણા, પાણ અને કચ્છ અને ગાંધીધામ જિલ્લામાં નાકાબંધીના આદેશ આપ્યા છે.