શનિવાર, 27 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 22 જુલાઈ 2019 (08:43 IST)

અમદાવાદ એરપોર્ટ ખાતે નવા વરાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું કરાયું સ્વાગત

રાજયપાલ આચાર્ય દેવવ્રત
ગુજરાતના નવા વરાયેલ પદનામિત રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલને એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાજ્યપાલ સાથે તેમના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા.  
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલબેન પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ જ્હા, અમદાવાદના કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘ વગેરેએ ઉપસ્થિત રહી રાજ્યપાલને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. 
આ અવસરે રાજ્યના જુદા જુદા વિભાગના સચિવો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજભવન ખાતે પણ વિદાય લેતા રાજ્યપાલ ઓ. પી. કોહલી તથા લેડી ગવર્નર શ્રીમતી કોહલીએ પદનામિત રાજયપાલ આચાર્ય  દેવવ્રત તથા પરિવારજનોને ઉષ્માભેર આવકાર્યા હતા.