ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ઑગસ્ટ 2023 (13:03 IST)

Bus Accident- ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત

accident
અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. સદનસિબે બસ બાળકોને શાળાએ મૂકીને પરત ફરી રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત.

બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 
 
 અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસ બાળકોને શાળા મૂકીને પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માતા સર્જાયો છે. તેથી બસમાં કોઈ બાળક સવાર નહોતું જેના કારણે મોટી જાનહાની ટળી હતી. અકસ્માતમાં બસના ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
 
ડ્રાઈવરસાઈડના ભાગનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. હાલ સ્કૂલ બસનો ડ્રાઈવર સારવાર અર્થે છે.