બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (15:44 IST)

ગુજરાતના ગામડાંઓમાં કોવિડ કૅર સેન્ટર ઉભું કરવામાં સેવાભાવી સંસ્થાઓ થઇ રહી છે મદદરૂપ

કોવિડ-19ની વધુ જીવલેણ બીજી લહેર સામેની ભારતની લડતમાં તબીબી આંતરમાળખાંને સુવિધા પૂરી પાડવાના પોતાના અથાક પ્રયત્નોને આગળ વધારતા અવાડા ફાઉન્ડેશન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તલસાણા ગામમાં કોવિડ કૅર સેન્ટર સ્થાપવામાં મદદરૂપ થઈ રહ્યું છે. 
 
અવાડા ફાઉન્ડેશન એ અવાડા ગ્રૂપ ઑફ કંપનીઝનો લોકોપકારી પ્રવૃત્તિનો વિભાગ છે અને તે બાળકોના શિક્ષણ, ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી સુવિધા પૂરી પાડવી, કૌશલ્યવર્ધન, સ્ત્રી સશક્તિકરણ વગેરે પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરી અનેકવિધ સામાજિક કલ્યાણની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે. આ રોગચાળા દરમિયાન અવાડા ફાઉન્ડેશનના પ્રયાસો વેન્ટિલેટર્સ, ઑક્સિજન સીલિન્ડરો, ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ સહિતના તબીબી ઉપકરણો તથા જરૂરિયાતમંદોને ખાદ્યચીજો પૂરી પાડવા પર કેન્દ્રીત છે.
 
હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટના ભાગરૂપે અવાડા ફાઉન્ડેશન તલસાણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ને કોવિડ કૅર સેન્ટર સ્થાપવા માટે મદદરૂપ થઈ રહ્યું છે. અન્ય કેટલીક સુવિધાઓની સાથે આઇસીયુના બેડ, સેલાઇનના સ્ટેન્ડ્સ અને દવાઓની ટ્રેનો સમાવેશ કરીને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. દર્દીઓ માટે આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડવા સહિત ચોવીસે કલાક વીજળી અને પીવાનું પાણી મળી રહે તેની પણ વ્યવસ્થા અવાડા ફાઉન્ડેશન કરી રહ્યું છે.
 
આ પહેલ અંગે વાત કરતાં અવાડા ગ્રૂપના ચેરમેન વિનીત મિત્તલે જણાવ્યું હતું કે, ‘આપણે ખૂબ જ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ અને સામૂહિક પ્રયાસો અને જવાબદારી વહેંચી લેવી એ આ જીવલેણ કોરોનાવાઇરસ સામે લડત આપવાનો એકમાત્ર માર્ગ છે. 
આ બાબતને ધ્યાનમાં રાખીને અવાડા ફાઉન્ડેશન ખાતે અમારા તમામ પ્રયાસોને આઇસોલેશન બેડ્સ, દવાઓ, ખાદ્યસામગ્રી, ઑક્સિજનના પ્લાન્ટ્સ, ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર્સ માટેની વ્યવસ્થા કરવામાં મદદરૂપ થઈ ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી સહાય પૂરી પાડવા તરફ વાળવામાં આવ્યાં છે. 
 
CII (કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી) ફાઉન્ડેશન અને તેના સભ્યો આ જવાબદારી ઉપાડી લેવા માટે આગળ આવ્યાં છે, તે ખૂબ જ પ્રોત્સાહક બાબત છે. એક સામાજિક રીતે જવાબદાર કંપની તરીકે અમે અમારા સમુદાયનું રક્ષણ કરવા અને તેનું સશક્તિકરણ કરવા માટે કટિબદ્ધ છીએ.’
 
કોવિડની બીજી લહેરમાં કેસોમાં થયેલા ખૂબ મોટા વધારાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આ રોગચાળાનો પ્રભાવ વધારે પ્રતિકૂળ જણાઈ રહ્યો છે, જ્યાં તબીબી આંતરમાળખું ખૂબ જ ખરાબ છે અને ગંભીર દર્દીઓની સારવાર કરવા માટે માનવમૂડી ખૂબ જ ઓછી છે.
 
ગુજરાત સિવાય અવાડા ફાઉન્ડેશને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળોએ બે ઑક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ (BiPAP) અને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સની સાથે 300 બેડની ચાર હોસ્પિટલો સ્થાપવાની તેની યોજનાની પણ જાહેરાત કરી છે. કોવિડ કૅર સેન્ટર સ્થાપવાની આ પહેલ કેટલાક ઓળખી કાઢવામાં આવેલા વિસ્તારોમાં હોસ્પિટલ અને આઇસોલેશન બેડ્સ સ્થાપવામાં મદદરૂપ થવાના અવાડા ફાઉન્ડેશનના નિર્ણયનો એક હિસ્સો છે.