બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 જૂન 2018 (12:14 IST)

સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં મીલમાં આગના બનાવથી ફફડાટ વ્યાપ્યો

પાંડેસરા જીઆઈડીસીમાં  24 કલાકમાં 2 ડાઈંગ મીલમાં આગ લાગી ગઈ હતી.  મોડીરાત્રે લગભગ 2 વાગ્યા આસપાસ ચોથા માળનો સ્લેબ તૂટી પડ્યા બાદમાં ભીષણ આગ લાગી હતી. આ આગ પર કાબુ મેળવાય ત્યાં જ બાજુમાં આવેલી મારૂતિ ડાઈંગ મીલમાં પણ આગ લાગી ગઈ હતી. જેથી 10થી વધુ ફાયરની ગાડીઓ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી.  લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.  મોડીરાત્રે બે વાગ્યાની આસપાસ ચોથા માળનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો.જેથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને મીલમાં કામ કરતાં મજૂરો કંઈ સમજે વિચારે એ અગાઉ આગ ફાટી નીકળી હતી.

આગ એટલી પ્રચંડ હતી કે મીલમાં કામ કરતાં દોઢ ડઝન એટલે કે 18 જેટલા મજૂરો આગની ઝપટમાં આવી ગયા હતાં.   ફાયર બ્રિગેડના કાફલાએ લોકોને બચાવવા માટે મીલની દિવાલ તોડીને રેસ્ક્યુ કર્યું હતું. 108ની ટીમમ સતત ખડેપગે રહી હતી. ફાયરબ્રિગેડે મોડીરાત્રી સવાર સુધી સતત કામગીરી શરૂ રાખી હતી. અને મીલમાં ફસાયેલા મજૂરોને દિવાલ તોડીને બહાર કાઢ્યાં હતાં. બીજી તરફ જે ઈજાગ્રસ્ત બહાર આવે તેને 108ની મદદથી સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.  તબીબો સહિતના સ્ટાફે ઈમરજન્સીમાં સરાહનીય સેવા આપી હતી.પ્રચંડ આગની જાણ થતાં ઉચ્ચઅધિકારીઓ સહિત પદાધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. અને રાહત તથા બ