રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (22:02 IST)

૧પ જુલાઇથી ધોરણ-૧ર – ઉચ્ચશિક્ષણ અને ટેકનીકલ કોલેજ-શિક્ષણ સંસ્થાઓ પ૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં રાજ્યમાં ઉચ્ચત્તર માધ્યમીક ધોરણ-૧રના વર્ગો, ઉચ્ચશિક્ષણ કોલેજ-સંસ્થાનો અને ટેકનીકલ સંસ્થાનો તા.૧પમી જુલાઇ-ર૦ર૧, ગુરૂવારથી પ૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
કોર કમિટીની બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.
 
કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ-૧ર ઉચ્ચત્તર માધ્યમીકની ૮૩૩૩ શાળાઓના ૬ લાખ ૮ર હજાર વિદ્યાર્થીઓ, સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાયનાન્સ અને યુનિવર્સિટીઓની કુલ ૧૬૦૯ ઉચ્ચશિક્ષણ સંસ્થાનોમાં ૮ લાખ ૮પ હજાર ર૦૬ વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી, ફાર્મસી અને પોલિટેકનીક કોલેજ મળીને કુલ ૪૮૯ ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓમાં ર લાખ ૭૮ હજાર ૮૪પ વિદ્યાર્થીઓ છે