શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (14:13 IST)

અમદાવાદમાં એક મહિનામાં 46 પુરૂષ અને 17 મહિલાઓએ આત્મહત્યા કરી

અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં બીમારીથી કંટાળી, ઘરેલુ હિંસા અને અગમ્ય કારણોસર એક મહિનામાં 46 પૂરુષ અને 17 મહિલા મળી કુલ 63 લોકોએ આપઘાત કર્યો છે.મોટા ભાગના કેસમાં આપઘાત કરવા પાછળનું કારણે જાણવા મળતું નથી. અમુક કિસ્સાઓમાં સ્યુસાઇડ નોટ હોવાથી આપઘાતનું કારણ જાણી શકાય છે. તે સિવાય બીમારીથી કંટાળીને આપઘાત કરવાના બનાવો પણ વધી રહ્યાં છે. સૌથી વધુ ગળેફાંસો ખાઈને લોકો આપઘાત કરે છે. તપાસમાં સામે આવ્યું કે 63માંથી 47 લોકોએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.શહેરના પૂર્વ વિસ્તારમાં આપઘાતના બનાવનું પ્રમાણે સૌથી વધુ છે. આંકડા મુજબ 3 વ્યક્તિઓ નદીમાં પડતુ મૂકીને, 2 વ્યક્તિએ દવા પીને, 5 વ્યક્તિએ એસિડ પીને, 2 વ્યક્તિએ ધાબા પરથી પડતુ મુકીને, એક વ્યક્તિએ ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી.