શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 ઑગસ્ટ 2022 (16:21 IST)

Surat Crime - ત્રણ વર્ષના પુત્રની હત્યા કરીને માતાએ કરી આત્મહત્યા

suicide
સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા ઝાંઝમેરા પરિવારની માતા અને ત્રણ વર્ષના પુત્ર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા માતા અને પુત્રએ આપઘાત કરી લીધો હોવાની ઘટના બનતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી છે.
 
પુત્રની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યાની શંકા
વેડ રોડના પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે ઝાંઝમેરા પરિવાર રહેતો હતો. માતા અને પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. જે પ્રકારે મૃતદેહ ઘરમાં જોવા મળ્યા હતા તેના પરથી પ્રાથમિક શંકા સેવાઈ રહી છે કે માતાએ ત્રણ વર્ષના પુત્રને ગળેફાંસો આપી પોતે પણ આપઘાત કરી લીધો છે. ચોક બજાર પોલીસને જાણ થતાની સાથે જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જનેતાએ પોતાના જ બાળકની હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ કાઢવામાં આવી રહ્યું છે.