રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 એપ્રિલ 2020 (16:07 IST)

સુરતમાં વિદેશ પ્રવાસથી આવેલા 208 સેલ્ફ ડેક્લેરેશન નહીં કરે તો પાસપોર્ટ રદ્દ કરાશે

15 ફેબ્રુઆરી પછી વિદેશ પ્રવાસ કરી આવેલા જિલ્લાના 44 અને સુરત શહેરમાં 208 લોકોની માહિતી હજી મળતી નથી. કોરાનાની સ્થિતિ બાદ સુરત મ્યુનિ. તંત્રે વિદેશ પ્રવાસ જઈ આવેલાને સેલ્ફ ડેકલેરેશન અથવા હેલ્પ લાઈન પર જાણ કરવા માટે અપીલ કરી છે પરંતુ હજી 208 લોકો એવા છે જેઓની માહિતી મળી નથી. તેથી મ્યુનિ. તંત્રએ આજે 208 લોકોની યાદી જાહેર કરીને આખરી નોટીસ આપી છે.મ્યુનિ. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે જો આ લોકો સેલ્ફ ડેકલેરેશન કે ટોલ ફ્રી નંબર પર જાણ ન કરે તો તે તમામ વ્યકિતના પાસપોર્ટ  રદ્દ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.વિદેશ પ્રવાસથી આવેલા અનેકને કોરોના જાહેર થયાં બાદ તેમના સંપર્કમાં આવનારા લોકોને પણ કોરોના થયો છે. સુરત મ્યુનિ.એ 15 ફેબ્રુઆરી પછી વિદેશ પ્રવાસ કરીને સુરત આવેલા લોકોને મ્યુનિ. તંત્રને જાણ કરીને કોરોન્ટાઈનમાં રહેવા માટે અપીલ કરી છે.  આ પહેલાં મ્યુનિ. તંત્રે એક જાહેર નોટીસ બહાર પાડીને 235 લોકોને સેલ્ફ ડેકલેરેશન અથવા હેલ્પ લાઈન પર જાણ કરવા સુચના આપી હતી.જેના કારણે 235માંથી 27 લોકએ મ્યુનિ.ને જાણ કરી હતી. મ્યુનિ.ની તાકીદ છતાં હજી પણ વિદેશ પ્રવાસ કરી આવેલા 208 લોકો માહિતી આપતા ન હોવાથી મ્યુનિ. તંત્રએ આ લોકો માટે આખરી નોટીસ જાહેર કરી છે.  મ્યુનિ. તંત્રએ આ લોકોના નામ જાહેર કરી જણાવ્યું છે કે આખરી નોટીસ બાદ વિદેશ પ્રવાસ ગયેલા લોકોએ સેલ્ફ ડેકલેરેશન કરવું અથવા ટોલ ફ્રી નંબર પર તેમની માહિતી મ્યુનિ. તંત્રને આપવી. જો આમ કરવામા ચુક થશે તો તમામ નામ પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીને મોકલી આપવામા આવ્યા છે તેથી તેમના પાસપોર્ટ રદ્દ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.