મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ડેસ્ક|
Last Modified: બુધવાર, 28 ઑગસ્ટ 2019 (12:51 IST)

સુરેન્દ્રનગરમાં 3 વિદ્યાર્થીઓએ આયર્નની સૌથી વધુ ગોળી ખાવાની શરત લગાવી, એકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળીયા ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ શાળામાં આવતી આયર્નની ટેબ્લેટ ખાવાની શરત લગાવી હતી.આ શરતે એક વિદ્યાર્થીનો જીવ લીધો છે જ્યારે બે વિદ્યાર્થીઓને અસર થઈ છે. 
લખતર તાલુકાના દેવળીયા ગામની શાળામાં ગંભીરતા સમજયા વગર મજાકમાં ચડેલા ત્રણ વિદ્યાર્થીઓએ શાળામાં પડેલી આર્યનની ટીકડીઓ ખાવાની શરત લગાવી હતી. જેમાં વધુ ટીકડીઓ ખાઇ જવાને કારણ ત્રણ વિદ્યાર્થીઓની હાલત લથડી હતી. જેમાં ધો.8 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું મોત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
લખતર તાલુકાના દેવળીયા ગામમાં આવેલી સરકારી શાળામાં ધો.8માં જીજ્ઞેશ રણછોડભાઇ સાપરા, હાર્દિક મહેરીયા સહિતના ત્રણ વિદ્યાર્થી તા.7 ઓગસ્ટેના દિવસે શાળાએ ગયા હતા. તે દિવસે બુધવાર હોય નીપી પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવેલ આઇ.એફ.એ ટેબ્લેટનો સ્ટોક ફાળવાયો હતો. જેને ટેબલમાં રખાયો હતો. ટીકડીઓ જોઇને વિદ્યાર્થીઓએ કોણ વધુ ટીકડી ખાઇ જાય છે તેની શરત લગાવી હતી. વધુ પડતી આર્યનની ટીકડીઓ ખાઇ જતા ત્રણેયની તબીયત લથડી હતી. 
સારવાર માટે તેમને પ્રથમ લખતર ત્યાર બાદ સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય પ્રવિણ મકવાણાએ જણાવ્યું હતું કે આ દવા કાયમ માટે તીજોરીમાં જ રાખીએ છીએ પરંતુ શાળામાં તે દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમા હતો આથી દવા ટેબલના ખાનામાં રાખી હતી. અન્ય બાળકોની સાથે શિક્ષકો પણ મેદાનમાં હતા. ત્યારે આ વિદ્યાર્થીઓ સ્કુલમાં જે રૂમના ટેબલમાં આર્યનની ગોળીઓ રાખી હતી ત્યા પહોચી ગયા હતા.
તણસાણા પી.એચ.સી.ના મેડિકલ ઑફિસરે જણાવ્યું હતું કે ત્રણ બાળકોએ વધુ પડતી આર્યનની ગોળી ખાઇ લેતા તબીયત લથડી હતી. જેમાં બે વિદ્યાર્થીઓએ ઓછી ગોળી ખાવાથી તેમને ઝાડા થઇ ગયા હતા. તેને કારણે દવાની અસર ઓછી થઇ જવાની સાથે તાત્કાલીક સારવાર મળતા જીવ બચી ગયા જયારે 1નું મોત થયુ છે.