1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2022 (11:17 IST)

Attacker of Gorakhpur temple Abbasi - ગોરખપુર મંદિરનો હુમલાખોર અબ્બાસી જામનગર પણ આવ્યો હતો : નવો ધડાકો

gorakhnath temple video
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ( Gorakhpur gorakhnath temple) ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો પર હથિયારોથી હુમલો કરી નારેબાજી કરનાર અને મંદિરમાં ઘૂસી જનાર શખસનું જામનગર કનેકશન ખૂલ્યું છે, જેમાં થોડા સમય માટે તેના પિતા ખાનગી કંપનીમાં લો-ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મુર્તઝા પણ ખાનગી કંપનીમાં જોડાયો હતો, પરંતુ તેને અનફિટ જાહેર કરાયો હતો. જે-તે સમયે મુર્તઝાની ટૂંકી સારવાર જામનગરમાં થઈ હોવાનું જાણવા મળે છે.ગોરખનાથ મંદિરમાં ઘૂસી પોલીસ પર હુમલો કરી નારેબાજી કરી આતંક મચાવનાર અહેમદ મુર્તઝા મુનીર અબ્બાસીનું જામનગર કનેકશન ખૂલ્યું છે, જેમાં પિતા મુનીર અબ્બાસી 4 વર્ષ જેટલો સમયગાળો જે-તે સમયે જામનગરમાં એસ્સાર કંપનીમાં લો-ઓફિસર તરીકે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. જ્યારે મુર્તઝાને ત્યારે ખાનગી કંપનીમાં નોકરી મળી ગઈ હતી, પરંતુ તે નોકરી પર જતો નહોતો અને ઘરે રૂમમાં બેસી રહેતો હતો. જેથી રાજીનામું લઈ લેવાયું હતું. બીજી નોકરીમાં તેને અનફિટ જાહેર કરાયો હતો.ગોરખપુર મંદિરના હુમલાખોરનું જામનગરનું કનેક્શન ખૂલતાં સ્થાનિક પોલીસની સાથોસાથ આઇબી સહિતની સરકારી એજન્સીઓ પણ ચોંકી હતી અને સંબંધિત કંપની સહિતનાં સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.